ઓપરેશન સિંદૂર બાદ PM નરેન્દ્ર પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે, ત્યારે અમદાવાદમાં PM મોદીના ભવ્ય સ્વાગત માટે તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે અને એરપોર્ટથી રાજભવન સુધીના રોડને સજાવાયો છે, સમગ્ર રૂટ પર 20 જેટલા સ્ટેજ બનાવવાની કામગીરી પણ કરાઈ છે, જેમાં ઓપરેશન સિંદૂરના પોસ્ટર સહિત પ્રતિકૃતિ મૂકાશે, બ્રહ્મોસ મિસાઈલ, રાફેલ ફાઈટર જેટની પ્રતિકૃતિ મુકાશે.


Pm નરેન્દ્ર મોદી અમદાવાદના એરપોર્ટ રોડ પર રોડ શો કરે તેવી સૂચક તૈયારીઓ

એરપોર્ટથી રાજભવન સુધીના રૂટ પર રોડ શોની સૂચક તૈયારીઓ કરી દેવામાં આવી છે, એરપોર્ટથી રાજભવન સુધીનો રોડને તિરંગાથી સજાવાયો છે અને એરપોર્ટથી ઇન્દિરા બ્રિજના આઈકોનીક રોડને તિરંગાથી સજાવાયો છે, ઓપરેશન સિંદૂર બાદ નીકળતી તિરંગા યાત્રા સમાન pmનું તિરંગાથી કરાશે સ્વાગત અને એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ સુધીના રોડ પર ચારે બાજુ તિરંગા લગાવાયા છે, AMC દ્વારા 30 ટેબલો મુકાશે જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.

26 મેના રોજ પીએમ આવશે ગુજરાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી તા. 26 મેને સોમવારે વડોદરા એરપોર્ટે પહોંચશે. અહીં તેમના આગમન વખતે ભવ્ય સ્વાગતના આયોજનની તૈયારીઓ ચાલી રહી છે. વડોદરાથી તેઓ સીધા દાહોદ જવા રવાના થશે, જ્યાં દાહોદ રેલવે વર્કશોપમાં 20,000 કરોડના લોકોમોટિવ એન્જિન ઉત્પાદન પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરાશે. આ અવસરે દેશના માટે પ્રથમ વખત તૈયાર થયેલું 9,000 હોર્સપાવરનું એન્જિન રાષ્ટ્રીય સેવા માટે અર્પણ કરાશે. દાહોદમાં વડાપ્રધાન એક વિશાળ જનસભાને પણ સંબોધિત કરશે.

  • Follow us on: