• રાષ્ટ્રપતિ બન્યા બાદ પહેલીવાર શૈક્ષણિક સંસ્થામાં આપી હાજરી
  • મહિલા ઉદ્યોગ સાહસિકો સાથે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ કરશે વાતચીત
  • રાષ્ટ્રપતિના હસ્તે 10 મહિલા ઉદ્યોગ સાહસિકોનું સન્માન કરાશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ ગુજરાત યુનિવર્સિટીની મુલાકાતે છે. જેમાં રાષ્ટ્રપતિ બન્યા બાદ પહેલીવાર શૈક્ષણિક સંસ્થામાં હાજરી આપી છે. તેમાં રાજ્યપાલ, CM ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યાં છે. જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ 'હર સ્ટાર્ટ અપ' કાર્યક્રમનું લોકાર્પણ કરાવ્યું છે. તથા રાષ્ટ્રપતિ એન્ટરપ્રેન્યોરશિપના ડિજિટલ પ્લેટફોર્મને ખુલ્લું મૂક્યું છે.

રાષ્ટ્રપતિના હસ્તે 10 મહિલા ઉદ્યોગ સાહસિકોનું સન્માન કરાશે
ઉલ્લેખનીય છે કે 'હર સ્ટાર્ટ અપ'થી અત્યાર સુધી 15 હજાર મહિલાઓને જોડવામાં આવી છે. 'હર સ્ટાર્ટ અપ' યોજનાને હવે રાજ્ય બાદ રાષ્ટ્રીય સ્તરે લઈ જવાશે. જેમાં મહિલા ઉદ્યોગ સાહસિકો સાથે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ વાતચીત કરશે. તેમજ રાષ્ટ્રપતિના હસ્તે 10 મહિલા ઉદ્યોગ સાહસિકોનું સન્માન કરાશે. તથા આદિજાતિ વિકાસની વિવિધ યોજનાઓનું ઈ-લોકાર્પણ, ખાતમુહૂર્ત કરશે.  રાષ્ટ્રપતિ સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, સીએમ ભૂપેન્દ્ર પટેલ, શિક્ષણમંત્રી જિતુ વાઘાણી, કુબેર ડિંડોર, નિમિષાબેન સુથાર કાર્યક્રમમાં હાજર રહેશે.

રાષ્ટ્રપતિ બન્યા બાદ પહેલીવાર શૈક્ષણિક સંસ્થામાં આપશે હાજરી
રાષ્ટ્રપતિના હસ્તે એન્ટરપ્રેન્યોરશિપના ડિજિટલ પ્લેટફોર્મને ખુલ્લું મૂકાયુ છે. રાષ્ટ્રપતિ ગુજરાત યુનિવર્સિટીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં છે. જેમાં શિક્ષણ વિભાગ, ટ્રાઈબલ વિભાગના વિવિધ લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપી છે. તથા ગુજરાત યુનિવર્સિટીના વુમન એન્ટરપ્રેન્યોરશિપ 'હર સ્ટાર્ટ અપ'ને પણ લોન્ચ કરી છે.

  • Follow us on: