કડી નગરપાલિકાએ લાંબા સમય બાદ શહેરમાં દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરતા દબાણકર્તાઓમાં ફ્ફ્ડાટ ફેલાઈ જવા પામ્યો છે.


કડી શહેરની વધતી જતી ટ્રાફીક સમસ્યાને ધ્યાને લઈ કડી નગરપાલિકા દ્વારા આજે દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. કડી નગરપાલિકાએ શહેરના હાઈવે ત્રણ રસ્તાથી કસ્બા તરફ્ કાચા પાકા દબાણો હટાવવાની કામગીરી શરૂ કરાઈ હતી.કડી નગરપાલિકા ચીફ્ ઓફ્સિર સંદીપ પટેલના જણાવ્યા અનુસાર કડી નગરપાલિકાએ દબાણકર્તાઓને નોટિસ પાઠવી પોતાનું દબાણ જાતે દૂર કરવા જણાવ્યું હતુ. પરંતુ દબાણકર્તાઓ જાતે નડતરરૂપ દબાણ દૂર ન કરતા કડી પાલિકા દ્વારા આજે 1 એપ્રિલથી કાચા પાકા દબાણો હટાવવાની કામગીરી પૂરજોશમાં હાથ ધરવામાં આવી છે.

વધુમાં દબાણો દૂર કરેલી જગ્યાં દબાણો ફરીથી કરવામાં આવશે તો જેતે મિલકત જપ્ત કરી દંડ ફ્ટકારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આગામી સમય કડી પાલિકાની ટીમ દબાણકર્તાઓ ઉપર નજર રાખી શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરાશે.


  • Follow us on: