[[$googlead]]
તાપીના સોનગઢમાં બાળકોને ફૂડ પોઈઝનિંગ થવાની ઘટના સામે આવી. 24થી વધુ બાળકોને એકસાથે ફૂડપોઈઝનિંગ થવાની ઘટનાથી પરિવાર ચિંતિત થયો. તમામ બાળકોને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા. બાળકોને ફૂડપોઈઝનિંગ થયાનું સામે આવ્યા બાદ આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ.

ફૂડ પોઈઝનિંગની ઘટના
સોનગઢ તાલુકાના સાંઢકુવા ગામમાં ફૂડ પોઈઝનિંગની ઘટના થયાનું સામે આવ્યું. સાંઢકુવામાં 24થી વધુ બાળકોને ફૂડ પોઇઝનિંગ થતા તમામને ઝાડા-ઉલટી થવા લાગ્યા.પ્રાથમિક શાળાના બાળકોને અચાનક ઝાડા ઉલટી થવા લાગ્યા. શાળામાં જ બાળકોની તબિયત બગડતા શાળા તંત્ર દોડતું થયું. બાળકોની હાલત જોઈ માતાપિતા અને પરિવાર પણ ચિંતિત થયો. એકસાથે 24 બાળકોની તબિયત બગડતાં ગામના વડીલો પણ મૂંઝાયા. 24 બાળકોની તબિયત બગડતાં તમામને વ્યારાની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા. હોસ્પિટલમાં સારવાર દરમ્યાન શિક્ષકે જણાવ્યું કે બાળકોએ રતન જ્યોતના બી ખાધા હતા તેના બાદ તમામની તબિયત બગડી.

બાળકો હોસ્પિટલમાં દાખલ
સાંઢકૂવામાં પ્રાથમિક શાળાના બાળકોને ફૂડ પોઇઝનિંગ થયાનું સામે આવ્યા બાદ તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી. હાલમાં તમામ 24 જેટલા બાળકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. બાળકોની તબિયત હાલ સુધારા પર છે. અગાઉ પણ મહેસાણામાં બેચરાજીમાં એક ગામમાં 8 બાળકોને પોઈઝનીંગ થવાની ઘટના સામે આવી હતી. જેમાં ગામમાં શાળાની અંદર એક અજ્ઞાત વૃક્ષનું ઉગાડવામાં આવ્યું હતું. અને આ વૃક્ષના ફળ ખાવાના કારણે બાળકોમાં ઝાડા-ઉલટી થવાની સમસ્યા જોવા મળી હતી. 8 બાળકોને ફૂડ પોઈઝનીંગ થતા તમામને બહુચરાજીની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા.

સ્વાસ્થ્ય સમસ્યાનો શિકાર
નોંધનીય છે કે બાળકો ગામમાં વાવેલા વૃક્ષના ફળ અને બીનું સેવન કરે છે ત્યારે સ્વાસ્થ્ય સમસ્યાનો શિકાર બને છે. ગામમાં આવેલ આરોગ્ય ટીમ દ્વારા બાળકોને અજાણી વસ્તુ ના ખાવાની જાણકારી આપવામાં આવે છે છતાં કેટલાક બાળકો ભૂલમાં વૃક્ષના ફળનું સેવન કરતાં ફૂડ પોઈઝનીંગનો શિકાર થાય છે.

  • Follow us on: