- તા.24 ફેબ્રુઆરી, શનિવારે સાંજે 7:20 દિલ્હી એરપોર્ટથી રવાના થશે
- તા.25 ફેબ્રુઆરી, રવિવારે સવારે 6:40 જામનગર એરપોર્ટ પર આવશે
- સવારે 7:40 બેટ દ્વારકા મંદિર ખાતે આગમન કરશે
વડાપ્રધાન મોદીના રાજકોટમાં તા. 25ના મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ આ પ્રમાણે છે. જેમાં તા.24 ફેબ્રુઆરી, શનિવારે સાંજે 7:20 દિલ્હી એરપોર્ટથી રવાના થશે. જેમાં રાત્રે 9:10 જામનગર એરપોર્ટ પર આગમન કરશે. તથા રાત્રે 9:15 કલાકે જામનગર એરપોર્ટથી રવાના થઇ રાત્રી રોકાણ કરશે. તેમજ તા.25 ફેબ્રુઆરી, રવિવારે સવારે 6:30 નાઇટ હોલ્ટ સ્થળેથી રવાના થઇ સવારે 6:40 જામનગર એરપોર્ટ ઉપર આગમન કરશે.
સવારે 6:45 જામનગર એરપોર્ટ પરથી રવાના થશે
સવારે 6:45 જામનગર એરપોર્ટ પરથી રવાના થશે. સવારે 7:35 બેટ દ્વારકા હેલીપેડ ખાતે આગમન કરી સવારે 7:40 બેટ દ્વારકા મંદિર ખાતે આગમન કરશે. સવારે 8:15 સુધી પૂજા વિધિ સંપન્ન કરી સવારે 8:20 કલાકે કાર્યક્રમ સ્થળે આગમન કરશે, સવારે 8:25 કાર્યક્રમ શરૂ કરી સવારે 8:45 કલાકે કાર્યક્રમ પૂર્ણ થશે. સવારે 8:50 કલાકે કાર્યક્રમ સ્થળેથી રવાના થશે. તેમજ સવારે 8:55 બેટ દ્વારકા હેલીપેડમાં ખાતે આવશે. તેમજ સવારે 9:૦૦ કલાકે બેટ દ્વારકા હેલીપેડથી રવાના થઇ 9:20 કલાકે દ્વારકાપીશ મંદિરે આગમન કરશે.
બપોરે 12:45 સુધી રીઝર્વ ટાઇમ બપોરે 12:55 સુધી પબ્લિક ફંક્શન રહેશે
બપોરે 12:45 સુધી રીઝર્વ ટાઇમ બપોરે 12:55 સુધી પબ્લિક ફંક્શન રહેશે. તેમજ બપોરે 2:00 પબ્લિક ફંક્શન સ્થળથી રવાના થઇ બપોરે 2:15 દ્વારકા હેલીપેડ ખાતેથી રવાના થશે. બપોરે 3:20 એઇમ્સ રાજકોટ ખાતે આગમન કરી 3:35 એઇમ્સ કાર્યક્રમ સ્થળે જશે. બપોરે ૩:45 સુધી એઇમ્સની વિઝિટ કરી બપોરે ૩:55 કલાકે હેલીકોપ્ટર મારફત રવાના થશે. બપોરે 4:20 કલાકે જૂના એરપોર્ટ હેલીપેડ ખાતે આગમન કરી બપોરે 4:45 કલાકે રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે આવશે. તેમજ સાંજે 5:45 સુધી રેસકોર્ષ ખાતે સભા સંબોધન કરશે. સાંજે 5:50 કલાકે કાર્યક્રમ સ્થળેથી રવાના થઇ 5:55 કલાકે જૂના એરપોર્ટ હેલીપેડ ખાતે આગમન કરશે. જેમાં સાંજે 6:20 પીચસર એરપોર્ટ ખાતે આગમન કરી 6:25 કલાકે દિલ્હી જવા રવાના થશે. તેમજ રાત્રે 8:05 કલાકે દિલ્હી પહોંચી જશે.









