• CM ભૂપેન્દ્ર પટેલ PMને આવકારવા ઉપસ્થિત રહ્યાં
  • મોદી અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર રાજ ભવન ગયા
  • PM આવતીકાલે ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ મેચ નીહાળશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મોદી સાંજે ગુજરાત પહોચ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તેમને આવકાર્યા હતા. પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર રાજભવન ખાતે ગયા હતા.

એરપોર્ટથી નીકળ્યા બાદ વડાપ્રધાન મોદીએ ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે ગુજસેલ ખાતે બેઠક યોજી હતી. આ બેઠકમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની એલ્બનીઝ પણ બે દિવસ માટે ગુજરાત આવ્યા છે ત્યારે બંને દેશોના વડાપ્રધાન વચ્ચે આવતીકાલે મુલાકાત થશે. નરેન્દ્ર મોદી અને એન્થોની એલ્બનીઝ ગુરુવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (મોટેરા સ્ટેડિયમ) ખાતે યોજનારી ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ મેચ નીહાળશે.

  • Follow us on: