રાજયમાં ડમી શાળાને લઈ ઠેર-ઠેર શિક્ષણની હાટડીઓ ખુલી જતા શિક્ષણ વિભાગ પણ ચિંતામાં મૂકાયું છે,રાજકોટમાં ડમી શાળાને લઈ ખાનગી રાહે તપાસ કરવામાં આવી રહી છે જેમાં ગાંધીનગરથી શિક્ષણ વિભાગની એક ટીમ તપાસ માટે રાજકોટ પહોંચી છે,ડમી શાળાને લઈ ફરિયાદ ઉઠતા તંત્રએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે જેમા સ્થાનિક તંત્રને અંધારામાં રાખી શાળામાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તેવી ફરિયાદ પણ ઉઠી છે.
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે જ કરી હતી ફરિયાદ
આ સમગ્ર ઘટનામાં સ્વનિર્ભર શાળાના સંચાલક મંડળે જ ફરિયાદ કરી હોવાની વાત સામે આવલી છે,ડમી શાળાનું દૂષણ ડામવા કરાઈ હતી ફરિયાદ તો તપાસ ટીમે અનેક શાળામાં સાહિત્ય કબ્જે કર્યા છે,ડમી શાળાના સંચાલકો અને ક્લાસિસ સંચાલકોની મીલીભગત હોવાની વાત સામે આવી છે.ક્લાસિસમાં અભ્યાસ અને શાળામાં માત્ર નામ બોલાતું હોવાથી ફરિયાદ ઉઠી હતી,સ્થાનિક તંત્રએ કાર્યવાહી ન કરતા ગાંધીનગરથી તપાસ ટીમ રાજકોટ આવી છે.
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખનું નિવેદન
આ સમગ્ર ઘટનાને લઈ સ્વનિર્ભર શાળા સંચાલકનું નિવેદન સામે આવ્યું છે,જેમાં તેમનું કહેવું છે કે,ડમી સ્કૂલ શિક્ષણ માટે મોટું દૂષણ છે,આવી ડમી સ્કૂલો આખા ગુજરાતમાં ધમધમે છે અને આવી શાળા સામે કેમ પગલાં લેવામાં આવતા નથી તે સવાલ છે.જિલ્લામાં થોડા સમય પહેલા જ માલિયાસણ પાસે ગૌરી ઈંગ્લીશ મિડિયમ સ્કૂલ નામની નકલી શાળા પકડાઈ હતી. આ પ્રકારની હજુ અનેક ડમી શાળાઓ ધમધમતી હોવાની શિક્ષણ વિભાગને કરાયેલી ફરિયાદના આધારે બોર્ડની ટીમે રાજકોટમાં ધામા નાખ્યા હતા.









