- બનાસકાંઠાના લાખણીમાં પ્રિયંકા ગાંધીનો પ્રચાર
- ગેનીબેન અને ચંદનજી ઠાકોરની તરફેણમાં પ્રિયંકા પહોંચી પ્રચાર માટે પહોંચ્યા
- ચૂંટણી સભામાં કોંગ્રેસના તમામ નેતાઓ હાજર
બનાસકાંઠા જિલ્લાના લાખણીમાં કોંગ્રેસના પ્રિયંકા ગાંધી ચૂંટણી પ્રચારમાં પહોંચ્યા છે. ચૂંટણી સભામાં ગુજરાત કોંગ્રેસના તમામ મોટા નેતાઓ પણ હાજર રહ્યા છે. રેલીને પહેલા ગેનીબેન ઠાકોરે સંબોધન કર્યું હતું. બાદમાં પ્રિયંકા ગાંધીએ અંબામાની જય બોલાવીને સભાનો પ્રારંભ કરાવ્યો હતો. . ત્યારબાદ તેમને કહ્યું કે, તમે મારી આટલી રાહ જોઇ તે બદલ આભારી છુ. આંદોલન કરવાનો અધિકાર બંધારણે આપ્યો હોવાનું જણાવ્યું હતું.સંવિધાનથી દેશના તમામ વ્યક્તિઓને વોટ આપવાનો અધિકાર મળ્યો છે.
દેશમાં અનામત પણ સંવિધાન ના આધારે મળી છે. ત્યારબાદ પ્રિયંકા ગાંધીએ પીએ મોદી સામે વાક્ પ્રહારો કર્યા હતા. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે PM નરેન્દ્ર મોદીએ જનતાના અધિકારો ઓછા કર્યા છે. જે અધિકાર તમને મળ્યા છે તેમાં ભાજપ ઘટાડો કરશે. પીએમ મોદી ગુજરાતમાંથી કેમ ચૂંટણી નથી લડતા. પીએમ મોદી ગુજરાત બહાર જઈ કેમ ચૂંટણી લડે છે તેવો પ્રિયંકા ગાંધીએ સવાલ ઉઠાવ્યો હતો. પીએમ મોદી પોતાના મહેલમાં બંધ છે. ભાજપના નેતાઓ કહે છે કે, ભાજપ જીતશે તો સંવિધાન બદલાઈ જશે, એટલે પહેલી વાત સંવિધાનની વાત કરવી છે. મોંઘવારીના કારણે ગરીબ અને મધ્યમ વર્ગની વ્યથા Pm શું જાણે. હું તમને વિશ્વાસ આપુ છું કે અમારી સરકારમાં તમારી વાત દેશમાં કરીશું.
દેશની મહિલા પહેલવાન જ્યારે મેડલ લાવી ત્યારે મોદીએ એમની સાથે ફોટો પડાવી કીધું કે મોદી હૈ તો મુમકિન હે. પણ જ્યારે મહિલા પહેલવાન સાથે અત્યાચાર થયો અને ન્યાય માંગ્યો ત્યારે મહિલા પહેલવાનો ને ન્યાય નાં મળ્યો, અત્યાચાર કરનારના પુત્રને ભાજપે ટીકીટ આપી છે. રાહુલ ગાંધીએ ચાર હજાર કિલોમીટરની યાત્રા કરી છે.
હું મારા પિતા સાથે એમના મતક્ષેત્રમાં જતી હતી ત્યારે જો ગામમાં કોઈ સુવિધા લોકોને નહોતી મળતી ત્યારે લોકો નેતાઓને ફરિયાદો કરતા હતા. પ્રિયંકા ગાંધીએ જાહેરસભામાં રાજીવ ગાંધીને પણ યાદ કર્યા હતા. ગુજરાતમાં કોંગ્રેસે અમૂલ અને બીજી ડેરી બનાવી હતી. આ આપની સંપત્તિ છે સહકારી માળખા પર આપનો અધિકાર હોવાની વાત કરી. ત્યારબાદ ભાવનગરના ગૌચર પર પ્રિયંકા ગાંધીએ સવાલ ઉઠાવ્યો હતો. કોંગ્રેસ એમએસપીનો કાયદો બનાવી ખેડૂતોને મદદગાર બનશે. કોંગ્રેસ ખેતીના તમામ સાધનો પરથી જીએસટી દૂર કરશે.
લાખણીની જાહેરસભામાં પ્રિયંકા ગાંધી ક્ષત્રિય મુદ્દાને ઉઠાવ્યો હતો. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, રાજપૂત મહિલાઓનું અપમાન અમે નહિ થવા દઈએ. ભાજપના લોકોએ રાજપૂત મહિલાઓનું અપમાન કર્યું છે. રાજપૂત સમાજની મહિલાઓ માટે પીએમ મોદીએ કશું કર્યું નથી. કોંગ્રેસ આવશે તો સામાન્ય લોકોને ફાયદો થશે. શ્રમિકોને રોજના 400 રૂપિયા મળવાનો જાહેરસભામાં વાયદો કર્યો હતો.
પ્રિયંકા ગાંધીએ આગળ જણાવ્યું કે 10 વર્ષમાં ગુજરાતમાં 14થી વધુ પેપરલિક સામે આવ્યું છે. મોદી સરકારમાં 30 લાખ નોકરીના પદ ખાલી છે. ગુજરાતમાં મોટા પ્રમાણમાં ખાનગી યુનિવર્સિટીઓ ખુલી રહી છે ગુજરાતમાં અનેક યુવકો બેરોજગાર છે. સરકારનું ધ્યાન રોજગાર ઉત્પન્ન કરવામાં નથી. વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરીને આપવા જાય ત્યારે પેપરલિકની જાણ થાય છે. આઉટ સોર્સિંગ અને કોન્ટ્રાક્ટ પર બહારની એજન્સીઓને કામ સોંપાય છે. ભરતીની પરીક્ષા પૂર્ણ થયા બાદ પણ યુવકો વર્ષો સુધી નોકરીની રાહ જોતા બેઠા રહે છે. મોટાપ્રમાણમાં યુવકો બેરોજગાર છે. નોટબંદી , GST લાવ્યા જેનાથી નાના મોટા ઉધોગોને અસર થઈ,દેશમાં અત્યારે ૧૭ કરોડ લોકો બેરોજગાર છે.
ગુજરાતમાં કોંગ્રેસ આવશે તો સ્નાતક યુવકોને એપ્રેન્ટિસ પ્રોજેક્ટ લાવવાનું પ્રિયંકા ગાંધીએ જણાવ્યું. ઉપરાંત નાના અને મોટા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની વાત કરી હતી. ખાનગીકરણથી અનામત નથી મળતું હોવાનું પ્રિયંકા ગાંધીએ કહ્યું. ભાજપે લોકો વચ્ચે નફરતનાં બીજ વાવ્યા છે. હું પૂછવા માગું છું કે ભાજપે 10 વર્ષનાં શાસનમાં શું કર્યું ? તેનો જવાબ આપે.
વીજળી, પાણી, રોજગાર મુદ્દે ચૂંટણી થવી જોઈએ. પીએમના ભાષણમાં એક શબ્દ પ્રજા માટે નથી. મોંઘવારીને લીધે ખેડૂત કમાઈ નથી રહ્યો..જ્યારે જનતા કહી રહી છે કે ચૂંટણી કોઈ જાતિ કે ધર્મને લઈને ન થવી જોઈએ. ઉમેદવારોને ડરાવી-ધમકાવી બેસાડી દેવાયા હોવાનો પ્રિયંકા ગાંધીએ આક્ષેપ લગાવ્યો હતો. આ ઉપરાંત પ્રિયંકા ગાંધીએ કહ્યું કે ચૂંટણી ભારતમાં છે અને પીએમ મોદી પાકિસ્તાનની વાત કરે છે. 56 ઈંચની છાતી છે પણ નિંદા સાંભળી નથી શકતા.
કોરોના રસીની આડઅસરથી સેંકડોના હાર્ટએટેકથી મોત થયાનો પ્રિયંકા ગાંધીએ આક્ષેપ લગાવ્યો હતો. કોરોના વેક્સિનના સર્ટિફિકેટ પર શહેનશાહનો ફોટો મૂકવામાં આવ્યો હતો. આ રસી બનાવતી કંપની પાસેથી ભાજપે ચૂંટણી ફંડ લીધું. ભાજપ સરકારે ભ્રષ્ટાચારની યોજના બનાવી દીધી છે. ગૌમાંસ નિકાસ કરતી કંપની પાસેથી પણ ભાજપે ચૂંટણીનું ફંડ લીધું હોવાનો પ્રિયંકા ગાંધીએ જાહેરસભામાં આક્ષેપ મુક્યો હતો.









