- કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પ્રથમ વખત દક્ષિણ ગુજરાતમાં પ્રચાર માટે આવી
- ભાજપના ઘણા નેતાઓ કહે છે અમે બંધારણમાં પરિવર્તન ઈચ્છીએ છીએઃ પ્રિયંકા
- ભાજપ સરકારે એવું કોઈ કામ કર્યું નથી કે દેશના લોકતંત્ર, સંવિધાનને મજબૂતી મળી
ગુજરાતમાં 2024ની લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે કોંગ્રેસે ચૂંટણી પ્રચાર તેજ કર્યો છે. આજે 27 એપ્રિલ 2024, શનિવારે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પ્રથમ વખત દક્ષિણ ગુજરાતમાં પ્રચાર કરવા આવ્યાં હતા અને વલસાડના ધરમપુર શહેરમાં જાહેર સભાને સંબોધન કર્યું.
પ્રિયંકા ગાંધીએ ભાજપ પર કર્યા પ્રહાર
પ્રિયંકા ગાંધીએ વલસાડમાં જનસભાને સંબોધન કરતાં કહ્યું હતું કે, ભાજપનાના ઘણા નેતા કહે છે કે, અમે બંધારણમાં પરિવર્તન ઈચ્છીએ છીએ, પરંતુ પીએમ મોદી કહે છે કે, કોઈ વાત નથી. જો છેલ્લા 10 વર્ષનો ઇતિહાસ જુઓ તો પીએમ મોદી તેમના નેતાઓ પાસે પણ પણ બોલાવે છે, સત્તા આવવા પછી તે જ કરે છે. જે બંધારણે તમને અધિકાર આપ્યો છે, તમે તેને બદલીને જનતાને દુર્બલ બનાવી શકો. 10 વર્ષોમાં ભાજપ સરકારે એવું કોઈ કામ કર્યું નથી, જેથી આપણા દેશના લોકતંત્ર, સંવિધાન અને અધિકારોને મજબૂતી મળી હોય.
તમે તમારા લોહી અને પરસેવાથી આ દેશની ધરતીનું સિંચન કર્યું
વધુમાં પ્રિયંકા ગાંધીએ ક્હ્યું કે, તમે આ મહાન દેશની જનતા છો. તમે તમારા લોહી અને પરસેવાથી આ દેશની ધરતીનું સિંચન કર્યું છે અને સ્વતંત્રતા આંદોલનમાં જનતા આગળ આવી અને લડી હતી, પરંતુ આજે દેશમાં જનતા સામે ઘણી વિપરિત પરિસ્થિતિઓ છે. તમારા જીવનમાં ઘણા સંઘર્ષ અને અઘરી પરિસ્થિતિઓ છે. મોંઘવારી, બેરોજગારી આ સમયમાં તમે લોકો સવારથી સાંજ સુધી ઘણી મુશ્કેલોનો સામનો કરી રહ્યાં છો.
મોંઘવારી અને બેરોજગારીના કારણે લોકોની હાલત કફોડી
તમે ટીવી પર સુંદર અને તેજસ્વી બધું જુઓ છો. પરંતુ વાસ્તવિકતા એ છે કે મોંઘવારી અને બેરોજગારીના કારણે લોકોની હાલત કફોડી છે. આદિવાસી સમાજ પર સતત અત્યાચાર થઈ રહ્યો છે, તમારું કોઈ સાંભળતું નથી.
ગુજરાતમાં 7 મેના રોજ મતદાન થવાનું છે
ગુજરાતમાં 26માંથી 25 સંસદીય બેઠકો અને પાંચ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે 7 મેના રોજ યોજાનાર મતદાનના બે દિવસ પહેલાં રાજકીય પાર્ટીનો પ્રચાર 5 મેના રોજ પૂર્ણ થશે.









