• દિલ્હીથી આદેશ થતા છેવટે VCEને તપાસ સોંપાઈ

  • ચૂંટણી જાહેર થાય તે પહેલા 12મો હપ્તો ચૂકવવા બે દિવસની ટાસ્ક સોંપાઈ
  • બે હજારનો 12મો હપ્તો આવતા 8 લાખ ખેડૂત ગાયબ થઈ ગયા !

PM કિસાન સન્માન નિધિ હેઠળ દેશભરમાં ખેડૂતોના નામ, ઓળખના પુરાવા, આધારકાર્ડ, મોબાઈલ અને બેંક એકાઉન્ટના નંબરો મિસ મેચ થઈ રહ્યા છે. આથી, ભારત સરકારે નોંધાયેલા તમામ લાભાર્થી ખેડૂતોના લેન્ડ ડેટા વેરિફિકેશન કરવા તમામ રાજ્યોને આદેશ આપ્યો હતો. આ ડેટાના KYC અર્થાત વેરિફિકેશનની પ્રક્રિયામાં ગુજરાત દેશમાં સૌથી પાછળ હોવાનું રિપોર્ટ દિલ્હી પહોંચ્યો છે.

વર્ષના અંતે ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ રહી છે. તેના પહેલા PM કિસાન સન્માન નિધિનો 12મો હપ્તો ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા થાય તે ઉદ્દેશ્યથી ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગે તૈયારીઓ આરંભી છે. જો કે, ગુજરાતમાં પહેલાથી NIC દ્વારા ડેટા મેચિંગ કરતા ખાતા નંબર મિસિંગના કિસ્સામાં ડેટા વેરિફિકેશન અને અપગ્રેડેશન અનિવાર્ય હોવાનું કહેવાયુ હતુ. તેવામાં ગુજરાતમાં KVCની પ્રક્રિયા મંથરગતિએ હોવાનો રિપોર્ટ મળતા જ ભારત સરકારે તેની ગતિ વધારવા આદેશ કર્યો હતો. જેના પગલે રાજ્યના ખેતી નિયામકે આ આખીય કામગીરી વિલેજ કોમ્પ્યુટર આંત્ર્યપ્રિન્યોર- VCE પાસે કરાવવા નિર્ણય કર્યો છે.

આ મુદ્દે તમામ જિલ્લા ખેતીવાડી અધિકારીઓને પત્ર લખીને બે જ દિવસમાં VCE પાસે તમામ ડેટા વેરિફાઈ કરાવવા આદેશ કરવામાં આવ્યો છે. જેના માટે VCEને એક ખેડૂત લાભાર્થી દિઠ એક રૂપિયાનું આપવા નક્કી કરાયુ છે.

બે હજારનો 12મો હપ્તો આવતા 8 લાખ ખેડૂત ગાયબ થઈ ગયા !

વાર્ષિક રૂ.6,000ની PM કિસાન સન્માન નિધિ યોજના આરંભે ગુજરાતમાં 66,21,881 ખેડૂતોનુ રજિસ્ટ્રેશન થયુ હતુ. વર્ષમાં ત્રણ વખત રૂપિયા બે- બે હજાર સીધા બેંક એકાઉન્ટમાં ચૂકાવતી આ યોજનનો 12મો હપ્તો આવતા પહેલા લાભાર્થી ખેડૂતોની સંખ્યામાં આઠ લાખનો ઘટાડો થયો છે. રાજ્યમાં 11માં હપ્તાની સહાય માત્ર 58 લાખ ખેડૂતો સુધી જ પહોંચી હતી.


  • Follow us on: