- શહેરમાં 9 મહિનામાં અલગ અલગ 178 સેમ્પો ફેલ
- આરોગ્ય વિભાગ દ્વારા 1800 સેમ્પલો લેવાયા હતા
- સુરત પાલિકા આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી કરી
સ્વાદના શોખીન સુરતીઓ ચેતી જજો. જેમાં સ્વાદની આડમાં સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યાં છે. તેમાં શહેરમાં 9 મહિનામાં અલગ અલગ 178 સેમ્પલ ફેલ થયા છે. આરોગ્ય વિભાગ દ્વારા 1800 સેમ્પલો લેવાયા હતા. સુરત પાલિકા આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી કરી છે.
સ્વાદની આડમાં સ્વાસ્થ્ય ખેલ થઈ રહ્યો છે
ઉલ્લેખનીય છે કે પાણી, બરફ, દૂધ, ઘી, માવા, ધારી સહિતના નમૂના લેવાયા છે. સ્વાદની આડમાં સ્વાસ્થ્ય ખેલ થઈ રહ્યો છે. જેમાં સરકાર દ્વારા આરોગ્ય નિયમોમાં ફેરફાર કરવા જરૂરી છે. તેમાં આરોગ્ય વિભાગ દ્વારા 1800 સેમ્પલો લેવામાં આવ્યા હતા. શહેરમાં 9 મહિનામાં અલગ અલગ 178 સેમ્પો ફેલ થયા છે. તથા સુરત પાલિકા આરોગ્ય વિભાગની કાર્યવાહી છે. સામી દિવાળી ફેલ સેમ્પલો અનેક વસ્તુ સૂચક કરી રહ્યા છે. તેમજ તહેવારો ટાણે ફુડ વિભાગે મેળવેલાં પાણી, બરફ, દૂધ, ઘી, માવા, ધારી તેમજ સોસ-ચટણીના મેળવાયેલાં સેમ્પલોમાંથી કેટલાકની ગુણવત્તા ખુદ પાલિકાની લેબમાં યોગ્ય જણાઇ ન હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું હતું.
ઘીના લેવાયેલા નમૂનાઓ ફેલ થતા 10 લાખથી વધુ કિંમતનો ઘીનો જથ્થો સીઝ
અગાઉ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ઘીના લેવાયેલા નમૂનાઓ ફેલ થતા 10 લાખથી વધુ કિંમતનો ઘીનો જથ્થો સીઝ કર્યોં હતો. જો કે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ગત 22મી સપ્ટેમ્બરના રોજ વરાછાના ધરમ એન્ટરપરાઈઝમાં દરોડા પાડી ઘીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. સેમ્પલ લેબોરેટરીમાં ફેલ જતા કાર્યવાહી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ધરમ એન્ટરપ્રાઈઝના નામની સંસ્થા મળી આવેલ જેમાં સંસ્થાના માલિક દ્વારા શંકાસ્પદ ઘી બનાવતા હોવાનું જણાઈ આવતા ઘી ના નમુનાઓ ફુડ સેફટી ઓફીસરો દ્વારા લઈ તેના સેમ્પલ લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યા હતા. ત્યાં ઘીના સેમ્પલ ફેલ થતા કાર્યવાહી કરવામાં આવી હતી.
મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી
સંસ્થામાં 1 લીટર, 500 મી.લી, 200 મી.લી. અને 100 મી.લીની પ્લાસ્ટીકની બોટલો ભરવામાં આવી હતી. જે આશરે કુલ 3336 લીટર જેટલું ઘી જપ્ત કરી સીઝ કરવામાં આવ્યું હતુ. જેની અંદાજીત કિંમત રૂપિયા 10,00,800 છે. આ પહેલા પણ આજ વિસ્તારમાંથી કેરીનો રસ અને રસ ગોલામાં વાપરવામાં આવતા રસના સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા. જે પણ ફેલ જતા આજ પ્રકારે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.









