• સરકીટ હાઉસમાં વિરોધી જૂથની મળશે બેઠક
  • કોંગ્રેસનો આંતરિક વિખવાદ ચરમસીમાએ
  • પ્રમુખ અને પ્રભારીના મનસ્વી નિર્ણયો સામે વિરોધ

વિધાનસભાની ચૂંટણી પહેલા મહેસાણા કોંગ્રેસમાં વિરોધ જોવા મળી રહ્યો છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પ્રભારી સામે કાર્યકર્તાઓનો વિરોધ જોવા મળી રહ્યો છે. તેમની વિરૂદ્ધમાં આજે સરકીટ હાઉસમાં બેઠક મળશે. આ વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. આ બેઠકમાં પ્રમુખ અને પ્રભારીના મનસ્વી નિર્ણયો વિશે ચર્ચા થશે. બંનેના મનસ્વી નિર્ણયોથી કેટલાક હોદ્દેદારોએ રાજીનામા પણ આપ્યા છે. કોંગ્રેસ કાર્યકર્તાઓના વિરોધથી પક્ષમાં ચિંતાનું વાતાવરણ જોવા મળી રહ્યુ છે.


  • Follow us on: