• ચલમ પીનારા પોતાને સનાતની ગણાવે છેઃ દર્શનસ્વામી
  • સ્વામીનારાયણ ભગવાન જ સર્વોપરી છે
  • સ્વામીનારાયણવાળાને છંછેડવાનુ બંધ કરી દો

સાળંગપુર વિવાદ વચ્ચે વધુ એક સ્વામીનું નિવેદન સામે આવ્યું છે. જેમાં વડોદરા ગુરુકુળના દર્શન સ્વામીનું સ્ફોટક નિવેદન સામે આવતા માહોલ ગરમાયો છે. દર્શન સ્વામીએ સાળંગપુરમાં હનુમાનજીના અપમાનના વિવાદ વચ્ચે જણાવ્યું છે કે ચલમ પીનારા પોતાને સનાતની ગણાવે છે.

અમે તો તીલકવાળા છીએ. સ્વામીનારાયણ ભગવાન જ સર્વોપરી

[[$googlead]]

અમે તો તીલકવાળા છીએ. સ્વામીનારાયણ ભગવાન જ સર્વોપરી છે. સ્વામીનારાયણવાળાને છંછેડવાનુ બંધ કરી દો. સ્વામીનારાયણ વડતાલ ગાદી સંચાલિત સાળંગપુર હનુમાન મંદિરમાં આવેલી ‘કિંગ ઑફ સાળંગપુર’ની વિશાળ પ્રતિમા નીચે કંડારવામાં આવેલાં શિલ્પચિત્રોનો વિવાદ ચાલી રહ્યો છે. સનાતન ધર્મના સાધુસંતો અને લોકોમાં રોષ વધતા તેમજ કેટલાક મહંતો સાથે સ્વામીનારાયણ મંદિરના કોઠારીએ કરેલી બેઠક બાદ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની બેઠક રાખવામાં આવી હતી. જેમાં મંદિરના કોઠારીએ બે દિવસમાં ચિત્રો અંગે સમાધાન લાવવાનું આશ્વાસન મહંતોને આપ્યું હતું.

[[$alsoread]]

આજે મોટી સંખ્યામાં સાધુસંતો અને ભક્તો રેલી સ્વરૂપે સાળંગપુર પહોંચ્યા

સ્વામિનારાયણ સંપ્રદાયની મિટિંગ પહેલા સાળંગપુર મંદિરના હરિક્રિષ્ના ભવન ખાતે યોજાવવાની હતી. પરંતુ સાંજે અચાનક જ સ્થળ પરિવર્તન કરી તેને ગૌશાળામાં યોજવામાં આવી હતી. ગૌશાળાના તમામ રસ્તાઓ ઉપર બેરીકેટ લગાવી દેવામાં આવ્યા હતા. આજે પણ સાળંગપુર મંદિરના તમામ ગેટ બંધ કરી દેવામાં આવ્યા છે, જેના કારણે હનુમાનજીનાં દર્શન કરવા આવેલા લોકોએ તેનો વિરોધ કર્યો હતો. દરવાજા બહાર એકઠા થયેલા લોકોએ કહ્યું હતું કે વિવાદ જે પણ હોય તેમને હનુમાનજીનાં દર્શન કરવા જવા દેવામાં આવે. આ સિવાય આજે મોટી સંખ્યામાં સાધુસંતો અને ભક્તો રેલી સ્વરૂપે સાળંગપુર પહોંચ્યા છે.


  • Follow us on: