• પાટણ જિલ્લા પોલીસવડાએ કરી કાર્યવાહી
  • દરોડામાં 2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો
  • દરોડા બાદ PSIને ફરજ મોકૂફ કરવામાં આવ્યા

કોલસાના કૌભાંડમાં બેદરકારી દાખવવા બાબતે પાટણ જિલ્લા પોલીસવડા દ્વારા સાંતલપુરના PSI એન.ડી. પરમારને ફરજ મોકુફ કરવામાં આવ્યા છે.


સ્ટેટ મોનીટરીંગ ટીમની તપાસ બાદ PSI વિરુધ કરાઈ કાર્યવાહી

સાંતલપુરમાં તાલુકામાં વિઝીલન્સના દરોડાના મામલે સ્ટેટ મોનીટરીંગ ટીમની તપાસ બાદ સાંતલપુર PSI એન.ડી. પરમારને ફરજ મોકૂફ કરવામાં આવ્યા હતા. પોલીસે આયાતી કોલસાનું કૌંભાડ ઝડપ્યું હતું જે બાદ ૨ કરોડથી વઘુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. PSI એન.ડી. પરમારને ફરજ મોકૂફ કરવામાં આવતા સમગ્ર પોલીસ બેડામાં ખળભડાટ મચી ગયો હતો.

  • Follow us on: