- આંકલાવના PSI એમ.આર.વાળાએ દિલધકડ રેસ્ક્યુ કર્યુ
- ગંભીરા પાસે ફસાયેલા બે લોકોનું પાણીમાં ઉતરીને PSIએ કર્યું રેસ્ક્યુ
- મહીસાગર મંદિરમાં એક વૃદ્ધ અને મહિલા ફસાયા હતા
હાલમાં રાજ્યમાં છેલ્લા બે દિવસથી મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધોધમાર સવારી ચાલી રહી છે. આ વચ્ચે નર્મદાથી લઈ ભરૂચ, વડોદરા, ખેડા અને આણંદ જિલ્લા નદી-નાળા છલકાઈ ગયા છે. આ વચ્ચે આણંદ જિલ્લાના ગંભીરા પાસે બે લોકો મંદિરમાં ફસાયા હતા. નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે મંદિરમાં વૃદ્ધ દંપતી ફસાઈ ગયું હતું. ત્યારે આણંદ પોલીસ તેમની વ્હારે આવી હતી.
તેમાં નવા નીરની આવક થઈ છે. તેને કારણે નદીઓ બે કાંઠે વહેવા લાગી છે. હાલમાં નદીના પ્રવાહના વચ્ચે બે લોકો ફસાઈ ગયા હતા. જેમાં પોલીસે બંનેના જીવ બચાવવા માટે આગળ આવ્યા હતા અને દિલધડક રેસ્કયુ કર્યું હતું. જેમાં સ્થાનિક PSIએ દોરડાના મદદથી મંદિર સુધી પહોંચી નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે નદીમાં કૂદીને બંનેને બચાવી લીધા હતા.
આ દરમિયાન પાણીનો પ્રવાહ એટલો વધારે નહોતો એટલે બચાવ કામગીરી દરમિયાન કોઈ મોટી દુર્ઘટના બને તેવી શક્યતા ઓછી હતી. ત્યારે PSIએ વૃદ્ધ દંપતીને બચાવીને સહીસલામત જગ્યાએ ખસેડ્યા હતા. પરંતુ તકલીફના સમયે પોલીસ જવાન લોકોની મદદ આવ્યા હતા.
છેલ્લા બે દિવસથી દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત પર મેઘરાજા મહેરબાન થયા છે. અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળ્યો છે. ત્યારે ચરોતરમાંથી પસાર થતી મહિસાગર નદીમાં પણ મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ હતી. તેને કારણે કાંઠા વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે.









