• દિવાળીની સિઝનમાં અંદાજે 100 ટનથી વધુ મુખવાસનું વેંચાણ
  • લખનવી, ચોકલેટ, શાહી ગુલાબ, કેસર-ઈલાઈચી, આઈસ્ક્રીમ મુખવાસની પણ ડિમાન્ડ
  • ઠંડાઈમાં અવનવી ફ્લેવર્સના આઈસ્ક્રીમ મુખવાસ ફેમસ છે
શહેરની બજારોમાં દિવાળીની ખરીદીનો માહોલ જામતા તહેવારોની રોનક દેખાઈ રહી છે. જેમાં બેસતા વર્ષે લોકો પોતાના ઘરે આવતા મહેમાનને અવનવા મુખવાસનો સ્વાદ ચખાડવા માટે આતુર હોય છે જેથી બજારમાં પણ મુખવાસની અનેક વેરાયટી જોવા મળી રહી છે. જેમાં આ વખતે આરોગ્યપ્રદ હર્બલ મુખવાસની ડિમાન્ડ સૌથી વધુ જોવા મળે છે અને એક અંદાજ મુજબ રાજકોટની બજારમાં દિવાળીની સિઝનમાં 100 ટનથી વધુ મુખવાસનું વેંચાણ થાય છે.
રાજકોટના મુખવાસના વેપારી કલ્પેશ નંદા જણાવે છે કે, આ વખતે આરોગ્યપ્રદ જેવા કે સેવન સીડ્સ મુખવાસ લોકો સૌથી વધુ લઇ જાય છે. જેમાં ચીયા, પમ્પકિન, વોટરમેલન, અળસીના બી, કાળા અને સફેદ તલ ઉપરાંત કાકળીના બી હોય છે. આ ઉપરાંત મસાલા લીંબુ અને જાંબુના ઠળિયાનો નવો મુખવાસ લોકો વખાણી રહ્યા છે. આ સિવાય જામનગરી સ્પેશ્યલ આદુ, આંબળા, તલ-ગોટલી, આમળા, ચોકલેટ પાન, મનોરંજન, લખનવી, શાહી ગુલાબ, કેસર-ઈલાયચી અને ઠંડાઈમાં અવનવી ફ્લેવર્સના આઈસ્ક્રીમ મુખવાસ ફેમસ છે. જેમાં 100 ગ્રામના રૂ.20 થી લઇને રૂ.120નો ભાવછે.

  • Follow us on: