ભાવનગરના પાલીતાણામાં 1 કરોડથી વધુનું એમ્બરગ્રીસ ઝડપાયું છે અને ઠાડચ ગામથી એમ્બરગ્રીસનો જથ્થો ઝડપાયો છે, તો આ સમગ્ર ઘટનામાં એક આરોપી ફરાર છે અને એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, પોલીસે રેડ કરીને એમ્બરગ્રીસ ઝડપી પાડયું છે, એમ્બરગ્રીસ એટલે માછલીની ઉલ્ટી અને આંતરરાષ્ટ્રીય બજારમાં આ ઉલ્ટીની ઉંચી કિંમત આંકવામાં આવે છે.


[[$googlead]]

1 કિલોથી વધુના જથ્થા સાથે એક ઇસમ ઝડપાયો

ભાવનગર જિલ્લાના પાલીતાણા પંથક માંથી એમ્બરગ્રીસ ઝડપાયું છે અને પાલીતાણા રૂરલ પોલીસે એમ્બરગ્રીસનો જથ્થો ઝડપી લીધો છે, પોલીસે જપ્ત કરેલા જથ્થાને વન વિભાગને સોંપવામા આવી શકે છે અને પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે. એમ્બરગ્રીસની દુર્લભતાને કારણે તેનો મોટા પાયે કાળો કારોબાર ચાલતો હોવાનું પણ જાણવા મળ્યું છે. તો મહત્વનું છે કે દરિયાકિનારે વસવાટ કરતા લોકો એમ્બરગ્રીસ સાથે વધારે ઝડપાતા હોય છે અને એમ્બરગ્રીસને સોનુ માનવામાં આવે છે.

[[$alsoread]]

ભાવનગરમાં 3 મહિના અગાઉ પણ ઝડપાયું હતુ એમ્બરગ્રીસ

ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે તળાજા તાલુકાના સરતાનપર ગામના યુવક પાસેથી રૂપિયા 1.35 કરોડની કિંમતનો એક કિલો એમ્બરગ્રીસનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન સરતાનપરથી રાતાખડા ગામ તરફ જતા રોડ પર એક શંકાસ્પદ વ્યક્તિને ઝડપી લીધો હતો.

જાણો એમ્બરગ્રીસ એટલે શું

વ્હેલની ઉલટી, જેને એમ્બરગ્રીસ કહેવાય છે, તે વ્હેલના શરીરમાંથી મુક્ત થતો ઘન પદાર્થ છે. આ વ્હેલના આંતરડામાં બનેલો મળ છે, જે ખોરાક ન પચવાને કારણે ઉલ્ટીના સ્વરૂપમાં બહાર આવે છે. તેનો રંગ કાળોથી ગ્રેથી સફેદ સુધીનો હોઈ શકે છે, અને તે મીણના ઘન ટુકડા જેવો દેખાય છે. વ્હેલ માછલી સમુદ્રમાં હાજર તમામ પ્રકારની વસ્તુઓ ખાય છે. પરંતુ જ્યારે આ વસ્તુઓ પચાવી શકાતી નથી ત્યારે વ્હેલ તેને ઉલ્ટીના રૂપમાં બહાર કાઢે છે. આ પદાર્થ સમુદ્રની સપાટી પર આવે છે અને ઘન બને છે. તે સામાન્ય રીતે સ્પર્મ વ્હેલ દ્વારા જ ઉત્પન્ન થાય છે.


  • Follow us on: