રાધનપુર ખાતે આવેલી દેવીપુજક સમાજના સ્મશાનમાં ગટરનું ગંદુ અને દૂષિત પાણી વારંવાર ભરાઈ જતા દેવીપુજક સમાજના લોકોને છેલ્લા ઘણા સમયથી ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો.


જે બાબતને ધ્યાનમાં રાખીને રાધનપુર ભાજપના ધારસભ્યએ સ્મશાનની ફરતે કમ્પાઉન્ડ વોલ માટે ગ્રાન્ટ અપાવતા દેવીપુજક સમાજના લોકોએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી.રાધનપુર શહેરની ગ્રીનપાર્ક વિસ્તારમાં આવેલ દેવીપૂજક સમાજના સ્મશાનમાં કંપાઉન્ડ વોલ બનાવવા માટે સરકાર તેમજ ધારાસભ્ય લવિંગજી સોલંકી દ્વારા અગાઉ ગ્રાન્ટ ફળવવામાં આવેલ હતી પરંતું તે જગ્યાએ પાણી ભરાઈ ગયેલ હોવાથી કામ ન થતાં ગ્રાન્ટ પરત ગયેલ હતી, જે અંગે ફરીથી દેવીપૂજક સમાજના આગેવાનો દ્વારા હરેશભાઈ રઘુરામભાઈ ઠક્કર , સુરેશભાઇ હરચનજીભાઈ ઠાકોર તેમજ સોમાભાઈ નગરપાલિકા દ્વારા સ્થળની રૂબરૂ મુલાકાત લીધા બાદ ધારાસભ્યને ફરીથી રજૂઆત કરતાં ગ્રાન્ટ રૂ. 7,55.000 તેમજ વધારા સાથેની નવીન ગ્રાન્ટ મંજૂર કરવામાં આવતાં દેવીપૂજક સમાજમાં આનંદની લાગણી પ્રસરી જવાબ આપી હતી.


  • Follow us on: