- રાધનપુર અને સાંતલપુર પંથકમાં ગરમીનો પારો 38 ડિગ્રીને પાર
- રણ વિસ્તાર હોવાને કારણે ગરમીનો પારો સતત વધતાં હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો
- ગરમીના કારણે શરીરમાં લુ લાગવાના કેસો સરકારી હોસ્પિટલ માં વધારો
છેલ્લા બે દિવસથી સમગ્ર પાટણ જિલ્લામાં ગરમીનો પારો 38 ડી.સે.ને પાર કરી જતા હિટવેવ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. હિટ વેવના કારણે છેલ્લા એક સપ્તાહ દરમિયાન રાધનપુર અને સાંતલપુર તાલુકામાંના ઝાડા ઉલટી અને હિટ સ્ટોકના કેસમાં વધારો જોવા મળી રહ્યો . સાથે સાથે ટાઈફેઈડના કેસો પણ આવી રહ્યા છે.
એપ્રિલ માસના પ્રારંભથી જ ધીમે ધીમે ગરમીનું પ્રમાણ વધ્યું છે. ગરમીના કારણે શરીરમાં લુ લાગવાના કેસો સરકારી હોસ્પિટલ સહિત પ્રાઇવેટ દવાખાનાઓમાં નોધાઈ રહ્યા છે. જેની સમયસર સારવાર લેવામાં ન આવે તો જીવલેણ સાબિત થઈ શકે છે. સન સ્ટ્રોકના કેસમાં સામાન્ય રીતે શરીરનું તાપમાન ખૂબ વધી જાય છે જે વ્યક્તિના આરોગ્ય ઉપર વિપરીત અસરો કરે છે. સન સ્ટ્રોકના કારણે શરીર અને હાથપગમાં અસહ્ય દુઃખાવો, ખુબ તરસ લાગવી, ગભરામણ થવી, ચક્કર આવવા, શ્વાસ ચઢવો અને હૃદયના ધબકારા વધી જવા જેવી અસરો થાય છે. સન સ્ટ્રોકથી બચવા માટે ગરમીમાં બહાર જવાનું ટાળવું, ખુલ્લા સફેદ સુતરાઉ કપડાં પહેરવા, પ્રવાહી પીણું પીવું અને ગરમીની ઋતુમાં બને ત્યાં સુધી ભૂખ્યા ન રહેવું. તેવું રાધનપુર સરકારી હોસ્પિટલના તબીબ દ્વારા જાણવા મળ્યું હતું.છેલ્લા એક સપ્તાહ દરમ્યાન ગરમીનો પારો વધતા પાણીજન્ય બીમારી વકરી હોવામાં કેસો પણ વધી રહ્યા છે.










