રાધનપુર નગરમાં ગંદકીની સમસ્યા લોકો માટે માથાના દુખાવા સમાન બની છે અનેક જગ્યાએ ગટરનું ગંદુ પાણી જાહેર માર્ગ પર આવી જતા લોકોને રસ્તે ચાલવામાં ભારે હાલાકી સહન કરવી પડી રહી છે આમ ગટરની સમસ્યાને હલ કરવા નગરના લોકોએ પાલિકામાં અનેકવાર રજૂઆત કરી છે પરંતુ આજ દિન સુધી તેનો નિકાલ આવ્યો નથી.


જયારે રાધનપુર મીરાદરવાજા નજીક આવેલ લાટીબજાર થી હાઇવે તરફ જતા માર્ગ પર છેલ્લા ઘણા દિવસોથી ગટર બ્લોક હોવાથી ગટરના ગંદા પાણીનો કોઈ નિકાલ ન થતા ગટરનું ગંદુ પાણી જાહેર માર્ગે પર જાણે નદી વહેતી હોય તેમ જાહેર માર્ગે વહી રહ્યું છે જેથી માર્ગ પર આવેલ લાટીઓ સહિત નાના મોટા ધંધાદારીઓ ના વેપાર પર માઠી અસર પડી રહી છે જેથી વેપારીઓ ને વેપારમાં ભારે અસર પડી રહી છે.માર્ગ પર ગટરનું ગંદુ પાણી નદીની જેમ વહેતા માર્ગે પરથી પસાર થતા રાહદારીઓ ધંધાદારીઓ વાહન ચાલકો ને માર્ગ પર ચાલવું માથાનો દુખાવો બન્યુ છે.માર્ગ પર વહેતી ગટરના કારણે માર્ગ પર પડેલ મશ મોટા ખાડાઓ દેખાતા ન હોવાના કારણે કેટલાક નાના વાહન ચાલકો અને રાહદારીઓ કેટલીક વાર ગટરના ગંદા પાણીમાં પડી જવાથી નાની મોટી ઈજાઓ પહોંછે મેઈન બજારના જોડતા માર્ગ રહેણાક માર્ગ બનાવવાની વધુ જરૂરિયાત હોવા છતાં પાલિકા દ્વારા જરૂરિયાત માર્ગ બનવવામાં નિષ્ફ્ળ નીવડી છે.પાલિકા દ્વારા તમામ પ્રકારના વેરાઓ શહેરીજનો પાસેથી ઉઘરાવવામાં આવે છે પરંતુ પૂરતા પ્રમાણમાં સગવડો આપવામાં આવતી નથી જ્યારે પાલીકાના અધિકારી પાલિકાની ઓફ્સિોમાંથી બહાર નીકળીને લોકોને પડતી હાલાકીનો નિવારણ લાવવા શહેરીજનો માંગ કરી રહ્યા છે.

મોટી ગટરલાઇન નાંખવાની વિચારણા છેઃ સીઓ

રાધનપુર નગર પાલિકા ચીફ ઓફ્સિર કલ્પેશ ભટ્ટે જણાવ્યું હતું કે સ્થાનિક વેપારીઓની રજૂઆતને ધ્યાને રાખીને ચારેક દિવસ અગાઉ નાળું નાખવાની કામગીરી કરવામાં આવી હતી. તેમ છતાં સમસ્યાનું નિવારણ આવ્યું નહિ જેથી આવનારા સમયમાં મોટી ગટર લાઇન નાંખવાની કામગીરી કરવા ચર્ચા વિચારણ ચાલુ છે જેથી સમસ્યાનું નિવારણ આવી જશે.


  • Follow us on: