- 200થી વધુ ખાનગી સ્કૂલના ધાબા પર ગેરકાયદેસર બાંધકામ
- સુરત મ્યુનિસિપલ કમિશનરે આકરો તેવર બતાવ્યો
- તક્ષશિલા અગ્નિકાંડ પછી ડોમ તોડી પડાયો હતો
રાજકોટની દુર્ઘટના બાદ ગુજરાતનુ ફાયર વિભાગ અને પોલીસ તંત્ર જાગ્યું છે,જે જગ્યાએ એનઓસી લેવાની હોય અને જે તે લોકોએ એનઓસી ન લીધી હોય તેની સામે ગુનો નોંધી જે તે મિલકતને સીલ કરી દેવામાં આવી છે,સુરતમાં રેડીયન્ટ ઈન્ટરનેશનલ સ્કૂલે ધાબા પર ગેરકાયદેસર રસોડું ઉભી કરી દેવામાં આવ્યું છે,જયારે કોઈ ઘટના બને ત્યારે કોણ જવાબ આપશે અને આ રસોડું ઉભુ કરવાની પરમિશન કોણે આપી તે પણ એક સવાલ છે.
અમુક શાળાઓએ એનઓસી મેળવી નથી
સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 214 શાળા ભવન છે તેમાંથી 94 શાળામાં દાદરની સુવિધા ઉભી કરવામાં આવી છે. જ્યારે 56 સ્કૂલમાં દાદર બનાવવાની કામગીરી પ્રગતિમાં છે. જોકે, શિક્ષણ સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયા કહે છે, શિક્ષણ સમિતિની મોટા ભાગની સ્કૂલમાં ફાયર સેફ્ટીની સુવિધા છે પરંતુ એમ.ઓ.સી. માટે ઓન લાઈન કામગીરી કરવાની છે તેથી કામગીરીમાં વિલંબ થાય છે અને સમિતિની 181 શાળાઓમાં હજી ફાયરની એનઓસી મેળવવામાં આવી નથી.

થિયેટરો અને હોસ્પિટલ સિલ
સુરતમાં અગાઉ તક્ષશિલા અગ્નિકાંડ જેવી ઘટના બની હતી. ત્યારે રાજકોટમાં પણ ગેમ ઝોનમાં અગ્નિકાંડ થતાં ફરી એક વખત સુરતની ઘટનાની યાદ તાજી થઈ ગઈ છે. આવી ઘટના ફરી ન બને તે માટે શહેરના ફાયર વિભાગ દ્વારા છેલ્લા બે દિવસમાં તાબડતોબ કાર્વયાહી કરીને અંદાજે 12 જેટલી હોસ્પિટલોને સીલ કરી છે. આ ઉપરાંત વરાછા સવાણી એસ્ટેટમાં 15થી વધુ થિયેટરને સીલ કરવામાં આવ્યા છે.

કલાસીસ પણ કરાયા સિલ
લિંબાયત ઝોનમાં કમેલા દરવાજા પાસે આવેલી જે.ડી. ટેક્સટાઈલ માર્કેટ, સોમેશ્વર ટેક્સટાઈલ માર્કેટ અને પૂઠાનાં છ ગોડાઉનો સીલ કરવામાં આવ્યા છે. વરાછા ઝોન-એમાં કુબેરનગર ખાતે આવેલી વન્ડરફૂલ એકેડમી સ્કુલ અને કતારગામ ઝોનમાં ડભોલી રોડ ખાતે આવેલી શિવાલિક કોમ્પલેક્ષની 133 દુકાનો સીલ કરવામાં આવી છે. આ કોમ્પલેક્ષમાં એક હોસ્પિટલ સહિત બે હોટલ અને 2 કોચિંગ ક્લાસીસને પણ સીલ કરવામાં આવ્યા છે.









