રાજ્યના કૃષિ મંત્રી અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી રાઘવજી પટેલ આજે 4 મેના રોજ જૂનાગઢની મુલાકાતે આવ્યા છે અને જુનાગઢ જિલ્લાના સરપંચો સાથે બેઠક કરી અને તેમની પડતર માગણીઓને લઈને ચર્ચાઓ પણ કરવામાં આવી છે. ત્યારે બીજી તરફ છેલ્લા લાંબા સમયથી જૂનાગઢ જિલ્લાના સરપંચો અને જિલ્લા વિકાસ અધિકારી વચ્ચે ચાલતા શીત યુદ્ધનો પણ અંત આવ્યો છે.


[[$googlead]]

અનેક વિકાસના કામો અટકી ગયા

ઉલ્લેખનીય છે કે ગામડાઓના વિવિધ પ્રશ્નોને લઈને સરપંચોને પડતી મુશ્કેલીઓ અંગે રજૂઆતો કરવામાં આવી હતી, જેને લઈને કૃષિ મંત્રી રાઘવજી પટેલે સરપંચને હૈયાધારણ આપી હતી અને અધિકારીઓ સાથે એક બેઠક કરીને તેમના પેન્ડિંગ પ્રશ્નોના નિકાલ માટે શું કરી શકાય તે અંગે ચર્ચા કરવાની ખાતરી આપી હતી. ઘણા સમિતિ જુનાગઢ ગ્રામ્ય પંચાયતના વિકાસના કામો અટકી ગયા છે અને ગામડાના વિકાસને લઈને લોકોને મુશ્કેલી પડી રહી છે, ત્યારે આજે પ્રભારી મંત્રી દ્વારા આપવામાં આવેલા આશ્વાસનથી સરપંચ યુનિયન એસોસિએશને પણ કૃષિ મંત્રીનો આભાર માન્યો હતો અને ટૂંક સમયમાં હવે ગ્રામ પંચાયતોના પડતર પ્રશ્નોનો નિકાલ થશે તેવી આશા વ્યક્ત કરી હતી.

[[$alsoread]]

સુરેન્દ્રનગરમાં તાલુકા કક્ષાનો 'ફરિયાદ નિવારણ' કાર્યક્રમ 21 મેના રોજ યોજાશે

સુરેન્દ્રનગર તાલુકાને સ્પર્શતા પ્રશ્નોના નિવારણ હેતુ 'ફરિયાદ નિવારણ' કાર્યક્રમ અન્વયે મે માસમાં તા.21-05-2025 બુધવારના રોજ સવારે 11 કલાકે મામલતદાર કચેરી, સુરેન્દ્રનગર ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાશે. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત તા. 10-05-2025 સુધીમાં swagat.gujarat.gov.in/cmog વેબ સાઈટ પર સાંજના 6 કલાક સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. ત્યારબાદ આવેલી અરજીઓ 'ફરિયાદ નિવારણ કાર્યક્રમ'માં સમાવિષ્ટ કરવામાં આવશે નહીં.

  • Follow us on: