• કોર્ટમાં કહ્યું, મારો ઇરાદો ખોટો ન હતો
  • ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવતો રહું છું
  • મારા નિવેદનથી કોઇને નુકસાન નહીં

ચૂંટણી દરમિયાન આપવામાં આવેલા વિવાદિત નિવેદનને લઈને રાહુલ ગાંધીને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. કર્ણાટકમાં ચૂંટણી દરમિયાન તેઓએ વિવાદિત નિવેદન આપ્યું હતું. હાલમાં કોર્ટમાં સુનાવણી સમયે માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને રજૂ કરવામાં આવ્યા ત્યારે તેઓએ કહ્યું કે મારો ઈરાદો ખોટો ન હતો. હું ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવતો રહું છું, મારા નિવેદનથી કોઇને નુકસાન થયું નથી.

હાલમાં અન્ય સમાચાર સામે આવી રહ્યા છે તેમાં રાહુલ ગાંધીને 2 વર્ષની સજા કરાઈ છે અને સાથે જ તેના જામીન પણ મંજૂર થઈ ચૂક્યા છે. સુરત સેસન્સ કોર્ટમાં રાહુલ ગાંધી IPC 500 મુજબ દોષિત જાહેર કરાયા છે.

[[$googlead]]

શું છે સમગ્ર મામલો?

[[$alsoread]]

રાહુલ ગાંધીએ 13 એપ્રિલ 2019ના રોજ કર્ણાટકના કોલારમાં એક ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદીની અટક કેમ સામાન્ય છે? બધા ચોરની અટક મોદી કેમ છે? રાહુલના આ નિવેદનને લઈને ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ તેમની વિરુદ્ધ અપરાધિક માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. પોતાની ફરિયાદમાં ભાજપના ધારાસભ્યએ આરોપ લગાવ્યો હતો કે 2019માં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે રાહુલે કથિત રીતે એવું કહીને સમગ્ર મોદી સમુદાયને બદનામ કર્યો હતો કે બધા ચોરોની અટક મોદી કેમ છે? પૂર્ણેશ ભૂપેન્દ્ર પટેલ સરકારના પ્રથમ કાર્યકાળમાં મંત્રી હતા. તેઓ ડિસેમ્બરમાં સુરતમાંથી ફરીથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.


  • Follow us on: