રાહુલ ગાંધીએ આ કાર્યક્રમમાં ઉલ્લેખ કર્યો કે અમે ગુજરાતમાં નવા જિલ્લા પ્રમુખોની પસંદગી પ્રક્રિયા શરૂ કરી. જિલ્લા પ્રમુખો નક્કી કરવા દિલ્હીથી ઓબ્ઝર્વર મોકલ્યા હતા. તેમણે જિલ્લા પ્રમુખના નામને લઈને લોકો સાથે વાત કરી. આ ઉપરાંત કાર્યકર્તાઓ અને સ્થાનિક નેતાઓ સાથે પણ વાત કરી તેમજ કોંગ્રેસના કહેવાતા સીનીયર અને વરિષ્ઠ નેતાઓ સાથે પણ આ બાબતે વાત કરી. તમામ સાથે વાતચીત અને સલાહસૂચન બાદ તેઓએ નામ પસંદ કરીએ તેની યાદી દિલ્હી મોકલી.


સારું કામ કરશો તો સ્થાન મળશે

પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે મેં જૂની અને અત્યારની બંને યાદી જોઈ. પ્રદેશે આપેલા લીસ્ટમાં અને જૂના લીસ્ટમાં આસમાન જમીનનો તફાવત હતો. એક લિસ્ટમાં નેતાઓના આસિસ્ટન્ટને સ્થાન હતું જ્યારે બીજી યાદીમાં ભવિષ્યની લીડરશીપના નામ હતા. વધુમાં તેમણે કહ્યું કે અમે કોઈને કેન્સલ નથી કરવાના પરંતુ જો તમે સારું કામ કરો તો તમારે ગભરાવવાની જરૂર નથી. તેઓ સારું કામ કરી ફરી જિલ્લા પ્રમુખ બની શકે છે. રાહુલ ગાંધીના આમ કહેવા સાથે કાર્યક્રમમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.

કોંગ્રેસના સીનીયર નેતાઓ પર ટિપ્પણી

ગુજરાત કોંગ્રેસના સીનીયર નેતાઓ પરની રાહુલ ગાંધીની આ ટિપ્પણી વાયરલ થઈ છે. જે બતાવે છે કે કોંગ્રેસ આતંરીક કલહ વધ્યો છે. જણાવી દઈએ કે રાહુલ ગાંધી મધ્યપ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને સંગઠન મજબૂત કરવાના અભિયાનના ઉદેશ્યને લઈને મધ્યપ્રદેશની મુલાકાતે છે. અગાઉ ગુજરાત મુલાકાત વખતે પણ તેમણે કોંગ્રેસ કાર્યકર્તાઓ માટે કડક વલણ અપનાવતા કહ્યું કે જો તમારા દિલમાં કોંગ્રેસ હોય તો જ સંગઠન સાથે જોડાયેલા રહો. રાજનીતિ કરવા કે કાવાદાવ કરવા નહી. 

  • Follow us on: