સુરતમાં ફરી એક વખત હાઈ પ્રોફાઈલ પાર્ટી ઝડપાઈ છે. શહેરના ચલથાણ મરઘાં ફાર્મ પાસે ફાર્મ હાઉસમાં હાઈ પ્રોફાઈલ પાર્ટી ચાલી રહી હોવાની બાતમી મળતા જ પોલીસે રેડ પાડી છે. ફાર્મ હાઉસમાં કાપડના વેપારીઓ દારૂની પાર્ટી કરી રહ્યા હતા. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ કાપડ વેપારીઓ અને GST કૌભાંડીઓની પાર્ટી ચાલી રહી હતી.


[[$googlead]]

કાપડના વેપારીઓની ફાર્મ હાઉસમાં હતી દારુ પાર્ટી

ત્યારે આ હાઈ પ્રોફાઈલ પાર્ટી પર પોલીસે રેડ પાડતા જ કાપડના વેપારીઓ ચોંકી ગયા અને ભાગવાનો પ્રયાસ કર્યો પણ તેમાં તેઓ ફાવ્યા નહીં. તમને જણાવી દઈએ કે આ પાર્ટીમાં ભારતીય અને થાઈ યુવતીઓ પણ સામેલ હતી. પોલીસે દારૂની મહેફિલ માણતા 9 આરોપીઓને પકડી પાડ્યા છે. કડોદરા પોલીસે આ પાર્ટી પર કડક કાર્યવાહી કરતા રેડ પાડી અને આરોપીઓને સકંજામાં લઈ લીધા છે.

[[$alsoread]]

ફાર્મ હાઉસમાં લગાવેલા CCTVના DVR પોલીસે કબજે કર્યા

હાલમાં ફાર્મ હાઉસ પરથી પોલીસે વ્હીસ્કી અને દારૂની બોટલો કબજે કરી લીધી છે. આ સિવાય કાર સહિત 11 મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા 6 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. પોલીસે ફાર્મ હાઉસમાં લગાવેલા CCTVનું DVR પણ કબ્જે કર્યું છે. કડોદરા પોલીસે તમામ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

  • Follow us on: