- આઈસ્ક્રીમ અને જ્યુસ પાર્લરમાં તપાસ દરમિયાન ૪૦ કરોડથી વધુની કરચોરી મળી
- અમદાવાદ, સુરત અને રાજકોટના ૨૪ આઈસ્ક્રીમ અને જ્યુસ પાર્લર પર દરોડા
- SGSTના દરોડા દરમિયાન ગેરરીતિ સામે આવી હતી
રાજ્યમાં આજે આઈસ્ક્રીમ અને જ્યુસ પાર્લરમાં GST વિભાગે દરોડા પાડ્યા હતા. આ દરોડાની કાર્યવાહીમાં 40 કરોડથી વધુની કરચોરી સામે આવી હતી. અમદાવાદ, સુરત અને રાજકોટના ૨૪ મોટા ટર્નઓવર ધરાવતા આઈસ્ક્રીમ અને જ્યુસ પાર્લર પર દરોડા પાડવામાં આવ્યા હતા.
આ ઉપરાંત રાજ્યમાં વિવિધ સ્થળે આવેલા ૪૭ સ્થળોએ SGST વિભાગ ત્રાટક્યું હતું. જેમાં મોટાભાગના આઈસ્ક્રીમ અને જ્યુસ પાર્લરમાં તપાસમાં ગેરરીતિ સામે આવી હતી, અમદાવાદમાં ૫ટેલ આઈસક્રીમ આસ્ટોડિયા જ્યુશ સેંટર, આઈસક્રીમ લાઈબ્રેરી (શંકર આઈસક્રીમ), જયસિંહ આઈસક્રીમ, સુરત, બિસ્મિલ્લાહ, મહાલક્ષ્મી જ્યુશ અને ફાસ્ટફુડ કોર્નર, 51 રેમ્બો, જયારે રાજકોટમાં અતૂલ આઈસક્રીમમાં દરોડા પાડવામાં આવ્યા હતા.
ભરઉનાળે આઈસક્રીમ અને જયુસ પાર્લર પર દરોડાને લીધે સંચાલકો પણ વિમાસણમાં મૂકાઈ ગયા હતા. જો કે જીએસટી વિભાગે હાથ ધરેલી કાર્યવાહીમાં મોટા પ્રમાણમાં ગેરરીતિ સામે આવી હતી. જેથી જીએસટી વિભાગે આ અંગે સઘન તપાસ હાથ ધરી હતી. હજી આ તપાસ આગળ પણ યથાવત્ રહે તેવી શક્યતા છે.