• સાવરકુંડલાના ખડકાળા ગામ નજીક થયો હતો અકસ્માત
  • વન વિભાગની કામગીરી પર ઉઠ્યા સવાલ
  • અગાઉ પણ 3 ઘટનામાં 3 સિંહોના મોત થયા હતા

અમરેલીમાં ટ્રેન અકસ્માતમાં સિંહણનું મોત થયુ છે. જેમાં ટ્રેન સાથે અથડાતા સિંહણનું મોત થયુ છે. સાવરકુંડલાના ખડકાળા ગામ નજીક અકસ્માત થયો હતો. અકસ્માત થતા વન વિભાગની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. અગાઉ પણ 3 ઘટનામાં 3 સિંહોના મોત થયા હતા. તેમજ રેલવે ટ્રેક સિંહો માટે ઘાતક બની રહ્યાં છે.

ખડકાળા ગામ પાસે ટ્રેન અડફેટે સિંહણનું મોત થયુ

[[$googlead]]

અમરેલી - સાવરકુંડલા તાલુકાના ખડકાળા ગામ પાસે ટ્રેન અડફેટે સિંહણનું મોત થયુ છે. મહુવા બાંદ્રા ટ્રેન સાથે અથડાતાં સિંહણ ગંભીર રીતે ઘવાઇ હતી. ત્યારે વનવિભાગની કામગીરી સામે સવાલો ઉભા થઇ રહ્યાં છે. મહુવા બાંદ્રા ટ્રેન સાવરકુંડલાથી ઉપડી હતી ત્યારે ખડકાળા ગામ નજીક પહોચતા અકસ્માત સર્જાયો હતો. વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોચી તપાસ હાથ ધરી છે. સિંહણ સાથે અકસ્માત થતા 30 મિનિટ ટ્રેન ઉભી રહી હતી. જેમાં રેલવે ટ્રેક સિંહો માટે ઘાતક બની રહ્યો છે ત્યારે સિંહપ્રેમીઓમાં રોષ ફેલાયો છે. અગાઉ અનેક સિંહોના રેલવે ટ્રેક પર મોત થયા છે.

[[$alsoread]]

આ રૂટ પર 10 જેટલા સિંહના મોત થઈ ચૂક્યા છે

અગાઉ રાજુલા નજીક ગુડ્સ ટ્રેનની અડફેટે એક સિંહનું મોત થયું હતુ. જેમાં કુલ બે સિંહ અને બે સિંહણ રેલવે ટ્રેક પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક ગુડ્સ ટ્રેન આવતા બે સિંહને અડફેટે લીધા હતા. આ દરમિયાન ઈમરજન્સી બ્રેક મારતા આગળ જઈ રહેલી બે સિંહણ બચી ગઈ હતી. ઇજાગ્રસ્ત એક સિંહને જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ રૂટ પર 10 જેટલા સિંહના મોત થઈ ચૂક્યા છે. જેને લઈ વન્યજીવ પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો છે. 

  • Follow us on: