ગુજરાતના અનેક શહેરોમાં ધોધમાર વરસાદ વરસતા જ્યાં જુઓ ત્યાં પાણી-પાણીની સ્થિતિ સર્જાઈ છે. કમોસમી વરસાદના કારણે અનેક શહેરોમાં પાણી ભરાતા વાહનચાલકોની સાથે ખેડૂતો ચિંતિત બન્યા છે. ત્યારે પાલનપુરમાં સામાન્ય વરસાદમાં જ લોકોને ભારે હાલાકી પડી છે. સામાન્ય વરસાદમાં અંબાજી હાઇવે પાણીમાં ગરકાવ થયો હતો. ઘૂંટણસમા પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.


[[$googlead]]

પાલનપુર-અંબાજી માર્ગ પર ઘૂંટણસમા પાણી ભરાયા

પાલનપુરમાં 1 ઇંચ જેટલાં સામાન્ય વરસાદમાં જ અંબાજી હાઇવે પાણીમાં ગરકાવ થયો છે. પાલનપુરથી અંબાજીને જોડતા માર્ગ પર ઢીંચણ સમા પાણી ભરાયા છે. વીરપુર પાટિયા નજીક અંબાજી હાઈવે પર ઢીંચણ સમા પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. વરસાદી પાણીમાં માર્ગ પરથી પસાર થતા અનેક વાહનો બંધ થયા હોવાનું પણ સામે આવ્યું છે. વર્ષો જૂની સમસ્યા યથાવત રહેતા વહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ચોમાસા પહેલા તંત્ર દ્વારા સમસ્યાનું નિરાકરણ કરી માર્ગ પર ભરાતા પાણી બંધ થાય તેવી સ્થાનિકો માગ કરી રહ્યા છે.

[[$alsoread]]

બનાસકાંઠામાં પણ વરસાદથી લોકો મુશ્કેલીમાં

બનાસકાંઠા જિલ્લામાં ધાનેરા, વડગામ, દાંતીવાડા, અમીરગઢ પાલનપુર સહિત અનેક વિસ્તારોમાં મોડી રાત્રે ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. પાલનપુરમાં ભારે પવન સાથે માવઠું પડતા પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.

વાહનો પાણીમાં બંધ પડીને ખોટવાયા

પાલનપુરથી અંબાજી અને વડગામ તરફ જતા હજારો વાહન ચાલકોમાં હાઇવે ઉપર પાણી ભરાતા ભારે રોષ જોવા મળી રહ્યો છે. મુખ્ય હાઇવે ઉપર જ ઘૂંટણસમા પાણી ભરાઈ જતા પાણીમાંથી મહામુસીબતે વાહન ચાલકો પોતાના વાહનો પસાર કરી રહ્યા છે, જેને લઈને અનેક વાહનો પાણીમાં બંધ પડીને ખોટવાઈ રહ્યા છે તો બાઈક ચાલકો પાણીમાં પસાર થવાનું ટાળી રહ્યા છે. જોકે સામાન્ય વરસાદમાં જ પાલનપુર-અંબાજી મુખ્ય માર્ગ ઉપર વારંવાર પાણી ભરાઈ જતા અને તંત્ર દ્વારા પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા ન કરાતા વાહન ચાલકો અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.


  • Follow us on: