• ખેડૂતો માથે હજુ પણ પાક નુકસાનીનો ભય મંડરાય છે

  • રવિવારના સાર્વત્રિક વરસાદે વિરામ લેતા લોકોને રાહત થઈ હતી
  • બુધવાર અને ગુરુવારે દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી

રવિવારના રોજ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડયાં બાદ વિરામ લેતા લોકોને રાહત થઈ હતી ત્યારે બીજી તરફ હજુ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાના હવામાન ખાતા દ્વારા સંકેતો આપવામાં આવ્યાં છે. હવામાન ખાતા દ્વારા આજે બુધવાર અને ગુરુવારે એમ બે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારમાં હળવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. બુધવારના રોજ વલસાડ, તાપી, ડાંગ અને નવસારીમાં હળવો વરસાદ પડવાની આગાહી કરાઈ છે. રાજ્યમાં પડેલા સાર્વત્રિક વરસાદના લીધે અમદાવાદ સહિતના મોટાભાગના વિસ્તારમાં હજુ દિવસ દરમિયાન ચોમાસા જેવો વાદળછાયો માહોલ જોવા મળી રહ્યો છે. મહત્તમ તાપમાન હાલમાં સામાન્ય કરતાં 3.7 ડિગ્રી નીચું નોધાતા દિવસે પણ ઠંડીનો અહેસાસ થાય છે.


  • Follow us on: