- ટૂંક સમયમાં કડકડતી ઠંડી અને વરસાદ માટે તૈયાર રહેવું પડશે
- અમદાવાદના લોકો 18 ડિગ્રી ઠંડીમાં ધ્રૂજી ગયા
- ગાંધીનગર-નલિયામાં સૌથી વધુ 16 ડિગ્રી
રાજ્યમાં આગામી ચાર દિવસ માવઠાની આગાહી હવામાન ખાતાએ કરી છે. તેમજ ચાર દિવસ પછી ઠંડી વધવાની આગાહી પણ કરી છે. અમદાવાદના લોકો 18.3 ડિગ્રી ઠંડીમાં ધ્રુજી ગયા હતા. સૌથી વધુ ઠંડી ગાંધીનગર અને નલિયામાં 16 ડિગ્રી નોંધાઈ હતી. ટૂંક સમયમાં લોકોએ કડકડતી ઠંડી અને વરસાદ માટે તૈયાર રહેવું પડશે.
હવામાન ખાતાની આગાહી મુજબ લઘુતમ તાપમાનમાં આગામી ચાર દિવસ સુધી કોઈ મોટો ફેરફાર થશે નહીં. ત્યારબાદ 3 થી 4 ડિગ્રીનો ઘટાડો આવશે. અમદાવાદમાં લઘુતમ તાપમાન 18 ડિગ્રી રહ્યું હતું. તા.24ના રોજ ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં હળવો વરસાદ વરસી શકે છે. તા.25ના રોજ અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, કચ્છના અમુક વિસ્તારમાં હળવો વરસાદ વરસી શકે છે. જ્યારે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, વડોદરા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીના અમુક ભાગમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. તા.26ના રોજ અરવલ્લી, બનાસકાંઠા, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, કચ્છના અમુક ભાગમાં હળવો વરસાદ વરસી શકે છે.










