- દ.ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી
- વલસાડ, નવસારી, જુનાગઢમાં વરસાદ રહેશે
- ડાંગ, તાપી, આહવા, છોટાઉદેપુરમાં વરસાદની આગાહી
રાજ્યમાં આગામી 5 દિવસ સામાન્ય વરસાદ રહેશે. તેમજ દ.ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ અમદાવાદમાં છૂટોછવાયો વરસાદ રહી શકે છે. તથા ડાંગ, તાપી, આહવા, છોટાઉદેપુરમાં વરસાદની આગાહી છે.
ડાંગ, તાપી, આહવા, છોટાઉદેપુરમાં વરસાદની આગાહી
વલસાડ, નવસારી, જુનાગઢમાં વરસાદ રહેશે. સાથે જ ગીર સોમનાથ, પોરબંદર, મોરબી, દ્વારકામાં મેઘમહેરની શક્યતાઓ છે. રાજ્યમાં બિપોરજોય વાવાઝોડાનું સંકટ ઉતરી ગયુ છે. પરંતુ તેની અસર છોડતુ ગયુ છે. હજુ પણ રાજ્યમાં ભેજવાળુ અને વાદળછાયુ વાતાવરણ જોવા મળે છે. વાવાઝોડાને કારણે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડ્યો છે. જેને લઇને ખેડૂતોએ ચોમાસુ વાવેતર પણ કરી દીધા છે. પરંતુ સત્તાવાર ચોમાસુ હજુ બેઠુ નથી. જેને લઇને હવામાન વિભાગે આગાહી કરી હતી.
ખેડૂતોને વાવણી કરવાની બાકી છે
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હજુ સત્તાવાર ચોમાસુ બેઠુ નથી જેથી ખેડૂતોને વાવણી કરવાની બાકી છે. જો કે વાવાઝોડા સાથે આવેલા વરસાદે ખેડૂતોના બીજ રોપાવ્યા છે. પરંતુ રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ખેડૂતો વરસાદની રાહ જોઇને બેઠા છે. એટલે આવતા નજીકના સમયમાં વાવણી લાયક વરસાદ પડે તેવી આશા છે.









