ગુજરાતમાં હાલમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે 29 મે સુધી વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસથી વરસાદ ખાબકી રહ્યો છે. દરિયામાં કરંટ હોવાથી તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે.માછીમારોને દરિયામાંથી પરત બોલાવાઈ રહ્યાં છે. પોલીસ દરિયા કિનારે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરી રહી છે. રાજ્યમાં બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં ચોમાસું વહેલું આવશે: હવામાન વિભાગ
રાજ્યના હવામાન વિભાગે ચોમાસાને લઈને પૂર્વાનુમાન કર્યું છે. રાજ્યમાં ચોમાસુ વહેલુ આવશે તેવું હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે. હવામાન વિભાગે રાજ્યમાં 114 ટકા વરસાદ રહેવાનું અનુમાન કર્યું છે. ચોમાસાની આ વખતની સિઝનમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં 119 ટકા વરસાદ રહેશે. જ્યારે દેશમાં 106 ટકા વરસાદ રહેશે.નૈઋત્યનું ચોમાસું મુંબઈથી આગળ વધ્યું છે.









