ગુજરાતના અનેક શહેરોમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ફરી એકવાર હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી વ્યક્ત કરે છે. રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. હજુ પણ રાજ્યમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
24 કલાકમાં સિસ્ટમ ડિપ્રેશનમાં થશે પરિવર્તિત
હવામાન વિભાગના એ.કે.દાસે આગાહી કરતા જણાવ્યું છે કે, ગુજરાતમાં પવનની ગતિ 50 કિમી પ્રતિકલાક સુધી રહેશે. 27મે સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે. અરબી સમુદ્રમાં હાલ વોલમાર્ક લો પ્રેશર સક્રિય થતાં 24 કલાકમાં સિસ્ટમ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. વરસાદ અને વાવાઝોડાના પગલે માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
આ જિલ્લાઓને આપયું ઓરેન્જ અલર્ટ
રાજકોટ, જુનાગઢ ,અમરેલી, પોરબંદર, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, સુરત , તાપી , નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર ગાજવીજ સાથે ભારે વરસાદનું ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે.
આ જિલ્લાઓને આપયું યેલો અલર્ટ
કચ્છ,બનાસકાંઠા,સાબરકાંઠા,પાટણ,મહેસાણા,અરવલ્લી,ગાંધીનગર,અમદાવાદ,ખેડા,મહીસાગર,આણંદ,દાહોદ,પંચમહાલ,વડોદરા,છોટાઉદેપુર,સુરેન્દ્રનગર,બોટાદ,જામનગર,દ્વારકા,બોટાદમાં છૂટાછવાયા વરસાદનું યેલો અલર્ટ આપવામાં આવ્યું છે.