- સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદની આગાહી
- જૂનના અંતમાં ચોમાસુ તમામ વિસ્તારમાં શરૂ થઈ જશે
- વલસાડ, નવસારી, વાપીમાં હળવા વરસાદની આગાહી
ગુજરાત રાજ્યમાં 8-9 જૂને વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં વલસાડ, નવસારી, વાપી તથા ડાંગ, છોટાઉદેપુરમાં હળવા વરસાદની આગાહી છે. તેમજ સુરત, દાહોદ તથા દાદરા નગરહવેલીમાં મધ્યમ વરસાદ આવી શકે છે.
અમદાવાદમાં બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે
અમદાવાદમાં બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. તેમજ સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં 43 ડિગ્રી નોંધાયું છે. તથા અમદાવાદમાં તાપમાન 42 ડિગ્રી નોંધાયુ છે. ગાંધીનગરમાં 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યમાં પવનની દિશા બદલાતા ગરમીમાં ઘટાડો થયો છે. રાજ્યમાં ગરમી હવે ધીરે ધીરે વિદાય તરફ છે. રાજ્ય તરફ અરબી સમુદ્રમાંથી આવતા પવનની ગતિ વધી છે. હાલ ગુજરાતમાં પવનની ગતિ 25/30 કિમી પ્રતિકલાકની જોવા મળી છે. આ સાથે જ રાજ્યમાં એક સપ્તહમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે. પવન સાથે ભેજનું પ્રમાણ વધતાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના છે. આ વર્ષે રાજ્યમાં ચોમાસું 1 થી 2 દિવસ વેહલુ શરૂ થશે.
જૂનના અંતમાં ચોમાસુ તમામ વિસ્તારમાં શરૂ થઈ જશે
હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત અને કચ્છ-સૌરાષ્ટ્રમાં બે દિવસ ભારે પવનની આગાહી કરવામાં આવી છે. જેમાં કચ્છ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા અને પાટણમાં ભારે પવન ફૂંકાઈ શકે છે. જેના કારણે રાજ્યમાં તાપમાનમાં ઘટાડો જોવા મળશે. વહેલા ચોમાસાને લઈને પણ આગાહી કરવામાં આવી છે. 11 જૂન પછી રાજ્યમાં અનેક વિસ્તારમાં વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ જૂનના અંતમાં ચોમાસુ તમામ વિસ્તારમાં શરૂ થઈ જશે.









