- 24 કલાક દરમિયાન રાધનપુર 5.5 ઇંચ વરસાદ
- ચારણકામાં 15 મેગા વોલ્ટમાં ઢીંચણ સમા પાણી
- સોલાર પ્લાન્ટમાં કરોડો રૂપિયાનું નુકસાન
બિપોરજોયના કારણે વરસાદની ઉત્તર ગુજરાતમાં અસર જોવા મળી રહી છે. જેમાં પાટણ શહેર સહિત જિલ્લામાં હવામાન વિભાગની આગાહીને પગલે છેલ્લા બે દિવસ થી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે જન જીવન પ્રભાવિત થઈ રહ્યું છે.
છેલ્લા 24 કલાક દરમિયાન રાધનપુર 5.5 ઇંચ, સાંતલપુર 3 ઇંચ, હારીજ 3.5 ઇંચ, પાટણ 2 ઇંચ, સિદ્ધપુર 2 ઇંચ, સમી 2.5 ઇંચ, સરસ્વતી 1.5 ઇંચ, ચાણસ્મા અને શંખેશ્વર માં 1 ઇંચ થી વધુ વરસાદ વરસ્યો હતો. જ્યારે આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સતત વરસાદને લઇ નીચાણ વાળા વિસ્તાર પાણીમાં ગરકાવ થઇ જતા રાહદારીઓ અને વાહન ચલાકોને ભારે હાલાકીનો સામનો કરવા પડી રહ્યો છે.

ધોધમાર વરસાદને લઈ એશિયાનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ બેટમાં ફેરવાયો છે. સાંતલપુરના ચારણકા ગામે આવેલા સોલાર પ્લાન્ટમાં ઢીંચણ સમા પાણી ભરાયા છે. ચારણકા ભેલ કંપની 15 મેગા વોલ્ટમાં ઢીંચણ સમા પાણી ભરાતા ભારે નુકસાન થયું છે. જેમાં ઢીંચણ સમા પાણી ભરાતા સોલાર પ્લાન્ટમાં કરોડો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે.
આ વચ્ચે હજી પણ ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતમાં પવનની ગતિ 41 થી 61 કિમી રહી શકે છે. તેમજ કચ્છ,અરવલ્લી, સુરેન્દ્રનગર,ગાંધીનગર, મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.









