સુરત જિલ્લામાં મેઘરાજાનું આગમન થયુ છે. જેમાં વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીનું મૌજુ ફરી વળ્યુ છે. તેમાં શહેરના અઠવા ગેટ, ભાગળ, પરલેપોઇન, પાલ અડાજણ, વેસુ અને રાંદેરમાં વરસાદ ખાબક્યો છે. ગઈકાલે પણ સુરત શહેરમાં વરસાદ બાદ આખો દિવસ તાપ પડયો હતો.
વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીનું મૌજુ ફરી વળ્યુ
ઉલ્લેખનીય છે કે આખો દિવસ વાદળીયુ હવામાન નોંધાતા ઠંડક પ્રસરતા ગરમીથી છુટકારો મળ્યો હતો. રાજ્યમાં હવામાન વિભાગની વરસાદને લઈને આગાહી કરાઇ છે. જેમાં આગામી ત્રણ દિવસ છૂટો છવાયો વરસાદ રહેશે. તથા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ 20, 21 જૂને દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે.
ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે રાજ્યમાં હજુ પાંચ દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરી છે. જો કે તારીખ 21 અને 22 જૂનના રોજ રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. તો 22 જૂનના રોજ ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરાઇ છે. અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. હાલ તો હવામાન વિભાગે માછીમારોને 20થી 22 જૂન દરમિયાન દરિયો ન ખેડવાની સૂચના આપી છે. કારણ કે, દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને સુરતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. તો સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથમાં પણ પાંચ દિવસ બાદ વરસાદની આગાહી કરવામાં આવી છે.

Patan News: જનતા હોસ્પિટલમાં મહિલાએ એકસાથે 3 પુત્રોને જન્મ આપ્યો








