મહેસાણાના કડીમાં વરસાદે તારાજી સર્જી છે, ગઈકાલ સાંજથી મહેસાણામાં ભારે વરસાદ પડયો હતો જેના કારણે અંડરપાસમાં પાણી ભરાયા હતા, કડીમાં અંડરપાસમાં પાણી ભરાતા એક વ્યકિતનું ડૂબી જતા મોત થયું છે, તો અન્ય વાહનચાલકોના વાહનો પણ પાણીમાં ફસાયા હોવાની વાત સામે આવી છે, હર્ષદ પંચાલ નામના વાહનચાલકનું મોત થયું છે.
6-7 લોકોને સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યા
મહેસાણામાં વરસાદે ગઈકાલ સાંજથી જમાવટ કરી હતી જેના કારણે અનેક વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ છે, ભારે વરસાદથી અંડરપાસમાં પાણી ભરાયા હતા અને પાણી ભરાતા 4 વાહનો અંડરપાસમાં ફસાયા હતા, તો ફાયર વિભાગે અને સ્થાનિકોએ મહેનત કરીને ફસાયેલી 2 ગાડીઓને બહાર કાઢી હતી, તો ઘટનાની જાણ થતાની સાથે જ પ્રાંત સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને મદદમાં જોડાયા હતા.
https://twitter.com/sandeshnews/status/1921755684506345856
ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ
ઊંઝા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સાંજના સમયે અચાનક વાતવરણમાં પલટો આવતા વાદળછાયું વાતવરણ સર્જાયું હતું.જે કમોસમી વરસાદ શરૂ થયો હતો ગાંધી ચોક,વિસનગર ચોકડી જેવા અનેક વિસ્તારોમાં દિવસભરના ઉકળાટ બાદ સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો જેને લઈ અચાનક કમોસમી વરસાદ શરૂ થયો હતો.જેને લઈ રોડ ઉપર પાણી ફરી વળ્યા હતા.કડીમાં પણ રાતે વરસાદ વરસ્યો હતો.પાટણના સાંતલપુર પંથકમાં રવિવારે રાત્રે વરસાદ વરસ્યો હતો.
જાણો ગુજરાતમાં આજે કયાં અપાઈ વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો જૂનાગઢ, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, મોરબી, ડાંગ, તાપી, નર્મદા, વલસાડ, નવસારી, અમદાવાદ, ગાંધીનગરમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે, તો બીજી તરફ આવતીકાલે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.