• નર્મદા ડેમ 132.29 મીટર સુધી ભરાયો
  • રાજ્યના બાકી 206 ડેમમાં 62% પાણી છે
  • 10-11 ઓગસ્ટના રોજ રાજ્યમાં વરસાદની આગાહી

ગુજરાતમાં હવામાન ખાતાના આગાહી પ્રમાણે આગામી 3 દિવસ વરસાદી વાતાવરણ રહેશે. જેમાં આજે છૂટો છવાયો હળવો વરસાદ આવી શકે છે. તથા કેટલાક સ્થળે ભારેથી અતિ ભારે વરસાદ પણ આવી શકે છે. તેવામાં નર્મદા ડેમ 132.29 મીટર સુધી ભરાયો છે. તથા રાજ્યના બાકી 206 ડેમમાં 62% પાણી છે.

નર્મદા ડેમ 132.29 મીટર સુધી ભરાયો
ઉલ્લેખનીય છે કે સરદાર સરોવરમાં અત્યારે આવક 32,954 ક્યૂસેક અને જાવક 45,423 ક્યૂસેક છે. તથા ડેમમાં 25થી 50 ટકા સુધી અને 48 ડેમમાં 25 ટકાથી ઓછું પાણી ભરાયું છે. જેમાં નર્મદા ડેમમાં કુલ 138.68 મીટર સુધી પાણી ભરી શકાય છે, જે પૈકી રવિવારે સાંજે 7 વાગે ડેમમાં પાણીની સપાટી 132.29 મીટર હતી. અત્યારે ડેમમાં 2,63,616 એમસીએફટી પાણીનો સંગ્રહ થયેલો છે, જે કુલ સંગ્રહશક્તિના 78.91 ટકા છે. હાલ ડેમમાં પાણીની આવક 32,954 ક્યૂસેક છે, એની સામે 45,423 ક્યૂસેક પાણીનો જથ્થો કેનાલમાં વહાવાઈ રહ્યો છે.

રાજ્યના બાકી 206 ડેમમાં 62% પાણી છે
નર્મદા ડેમ સિવાયના રાજ્યના 206 ડેમમાં અત્યારે કુલ 3,46,688 એમસીએફટી પાણી ભરાયું છે, જે કુલ સંગ્રહ શક્તિના 62.11 ટકા છે. આ 206 ડેમ પૈકી 35 ડેમ 100 ટકા ભરાઈ ચૂક્યા છે, 54 ડેમમાં 70થી 99 ટકા સુધી પાણી ભરાયું છે, જ્યારે 32 ડેમમાં 50થી 70 ટકા સુધી, 37 ડેમમાં 25થી 50 ટકા સુધી અને 48 ડેમમાં 25 ટકાથી ઓછું પાણી ભરાયું છે. તેમજ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ આવી શકે. નવસારી, ડાંગ સહિત સાબરકાંઠા અને બનાસકાંઠા ભારેથી અતિ ભારે વરસાદ પણ આવી શકે છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં મોટભાગના જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવના છે. 10 અને 11 ઓગસ્ટના રોજ ગુજરાતભરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. જેમાં વલસાડ, દમણમાં અને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અને જૂનાગઢમાં પણ ભારે વરસાદની શક્યતા છે.

  • Follow us on: