• ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં પાણી ઘૂસ્યા
  • નવા ST ડેપોથી ફૂલબાગ રોડ પર પાણી પાણી
  • મકાનમાં પાણી ફરી વળતા લોકોને હાલાકી

વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે.પાદરામાં જયાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે.મહત્વનું છે કે,ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોમાં પણ પાણી ઘુસી જતા સ્થાનિકોને હવે કયાં જઉ તેવી સ્થિતિનું નિર્માણ સર્જાયું છે,પાદરા નવા એસટી ડેપોથી ફૂલબાગ રોડ પર પાણી ફરી વળ્યા છે,સ્થાનિકો પાણીમાંથી નિકળવા મજબૂર બન્યા છે.

શિનોરમાં પણ ભારે વરસાદ

વડોદરા શહેર અને ગ્રામ્ય પંથકમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે તેની વચ્ચે શિનોર પંથકમાં વહેલી સવારથી વરસાદની અનરાધાર બેટીંગ ચાલી રહી છે.વહેલી સવારથી બપોરના 2 વાગ્યા સુધી સવાચાર ઈંચ વરસાદ વરસ્યો છે ત્યારે હજી પણ મેઘરાજાની બેટીંગ ચાલુ છે.વરસાદી પાણીમાં ખેતરો તરબોળ થયા છે.ભારે વરસાદ વરસતા કપાસના પાકને નુકસાન થયું છે.


વડોદરાની અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ

વડોદરાના પૂર્વ વિસ્તારમાં વાઘોડીયા રોડ આવેલી તમામ સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા છે, જેના કારણે સ્થાનિકોને અવર જવર કરવામાં ભારે હાલાકી પડી રહી છે. જેમાં વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલના ક્લીનિક પાસે પણ ઘૂંટણ સમા પાણી ભરાયા છે. અનેક સોસાયટીમાં તો લોકોના ઘરમાં વરસાદી પાણી ઘુસી ગયા છે. શહેરમાં સવારે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધીના ત્રણ કલાકના સમયગાળામાં પાંચ ઈંચ વરસાદ ખાબક્યો છે. સાથે જ વહેલી સવારથી શિનોર, અવાખલ, માલપુર, સુરાશામળ ગામમાં વરસાદ શરૂ થયો છે.

છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગરમાં યલો એલર્ટ

નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી અને રાજકોટ, જામનગર, સોમનાથ તથા બોટાદ, ભાવનગર, અમરેલી તથા કચ્છ અને સુરેન્દ્રનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં ભારે વરસાદની આગાહી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા તથા સાબરકાંઠા, આણંદ, ખેડા, દાહોદમાં વરસાદનું યલો એલર્ટ છે .તેમજ છોટા ઉદેપુર, પંચમહાલ, મહીસાગરમાં પણ યલો એલર્ટ છે. સૌરાષ્ટ્ર બાદ છેલ્લા બે દિવસથી દક્ષિણ ગુજરાતમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે. સુરત, નવસારી સહિત અન્ય જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે. વરસાદને કારણે અનેક નદીઓ ગાંડી બની છે. અનેક ગામોમાં પાણી ભરાયા છે.

  • Follow us on: