અમદાવાદમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે, સાબરમતી વિસ્તારમાં ઘરમાં પાણી ફરી વળ્યા હોવાની વાત સામે આવી છે, સાબરમતીમાં પંજાબી કોલોનીમાં પાણી ભરાયા છે જેને કારણે ઘરમાં પાણી ફરી વળતા ઘરવખરીને નુકસાન થયું છે, સ્થાનિકોનું કહેવું છે કે કોર્પોરેટર કે ધારાસભ્ય કોઈ જોવા આવ્યું નથી અને પાણી ઘરમાં ઘુસી ગયા છે હવે કયાં જઉ તે સવાલ છે.
ઘરમાં પાણી ફરી વળ્યા સાબરમતીમાં
સાબરમતીમાં ઘરમાં પાણી ફરી વળ્યા છે, મોડી રાતથી અમદાવાદ શહેરમાં વરસાદ વરસતા ઘરમાં વરસાદી પાણી ફરી વળ્યા છે, તો ઘરમાં પાણી ફરી વળતા ભારે નુકસાન થયું છે અને અનાજ સડી ગયું હોવાની વાત સામે આવી છે, સ્થાનિકોનું કહેવું છે કે કોઈ એક ઘરમાં નહી પરંતુ આખી સોસાયટીમાં પાણી ફરી વળ્યા છે, ઘરમાં ગટરના પાણી પણ બેક માર્યા હોવાની વાત સામે આવી છે, વરસાદની સિઝનમાં પણ આવી જ હાલત હોવાની વાત સામે આવી છે.
અમદાવાદમાં પણ આજે વરસાદની આગાહી
અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય જે હાલ રાજસ્થાનના સાઉથ વેસ્ટ પર સક્રિય છે. જેના કારણે આખા રાજ્યમાં થંડરસ્ટ્રોમની ચેતવણી આપવામાં આવી છે. રાજ્યમાં સિવિયર થંડર સ્ટ્રોમ એક્ટિવિટી થશે અને આગામી પાંચ દિવસ ભારે પવન, ગાજવીજ અને વરસાદની ચેતવણી આપવામાં આવી છે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, વડોદરા, નર્મદા, સુરતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ તીવ્ર મેઘગર્જના સાથે કરા પડવાની ચેતવણી છે.









