- રાજકોટમાં 10 દર્દીઓ પૈકી ચાર દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે
- મહારાષ્ટ્રમાં ઝિકા વાયરસ તથા ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ, કેરળમાં નિપાહ વાયરસ
- ગુજરાત રાજ્યમાં ચાંદીપુરા વાયરસના અંદાજીત 137 શંકાસ્પદ કેસ સામે આવ્યા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરાના લક્ષણો ધરાવતા 10 દર્દીઓ દાખલ થયા છે. જેમાં 10 દર્દીઓ પૈકી ચાર દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમજ 4 દર્દીઓમાં શંકાસ્પદ લક્ષણ જોવા મળ્યા છે. તેમજ મોરબીના સાત મહિનાના અને પડધરીમાં ત્રણ વર્ષના બાળકની અંદર ચાંદીપુરાના લક્ષણ દેખાતા દાખલ કરાયા છે.
ગુજરાત રાજ્યમાં ચાંદીપુરા વાયરસના અંદાજીત 137 શંકાસ્પદ કેસ સામે આવ્યા
ગુજરાત રાજ્યમાં ચાંદીપુરા વાયરસના અંદાજીત 137 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. તેમાં સૌથી વધુ સાબરકાંઠામાં 12 શંકાસ્પદ કેસ આવતા સ્થાનિકોમાં ભય ફેલાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં 4 પોઝિટિવ કેસ નોંધાતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. તેમજ અમદાવાદ, પંચમહાલ, સાબરકાંઠામાં પણ ચાંદીપુર વાયરલના કેસ નોંધાયા છે. જેમાં શંકાસ્પદ પૈકી 51 કેસો હાલ પોઝિટિવ આવતા સારવાર શરૂ કરાઇ છે. ચાંદીપુરા વાયરસના કારણે રાજ્યમાં 56 લોકો મૃત્યુ પામ્યા છે. તથા હોસ્પિટલમાં 29 દર્દીઓ હાલ સારવાર મેળવી રહ્યાં છે. અને રાજ્યમાં અત્યાર સુધી 52 દર્દીઓ સાજા થતા રાહત થઇ છે.
મહારાષ્ટ્રમાં ઝિકા વાયરસ તથા ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ, કેરળમાં નિપાહ વાયરસ
કેન્દ્ર સરકાર દેશના ત્રણ વિવિધ રાજ્યોમાં મળી આવતા ત્રણ વિવિધ વાયરસ પર સતત નજર રાખી રહી છે. જેમાં મહારાષ્ટ્રમાં ઝિકા વાયરસ તથા ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ, કેરળમાં નિપાહ વાયરસના કેસ વધુ સામે આવ્યા હતા. આ બાબતે સામે આવ્યા બાદ કેન્દ્ર સરકારે એક સમિતિની રચના પણ કરી છે. આ સમિતિ ગુજરાત અને આસપાસના રાજ્યોમાં ચાંદીપુરા વાયરસ પર પણ સતત નજર રાખી રહી છે. તેમજ કેન્દ્ર સરકારની ક્વિક રિસ્પોન્સ ટીમ પ્રમાણે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સંકલનમાં નિષ્ણાતો સભ્યોની ટીમ એવા રાજ્યોમાં મોકલવામાં આવી છે જ્યાં વિવિધ વાયરસના કેસ નોંધાયા છે. તેમજ રાજ્યોની વર્તમાન પરિસ્થિતિના આધારે સંપૂર્ણ યોજના તૈયાર કરવામાં આવી અને તેના પર અમલ થઇ રહ્યો છે.