• સાગઠિયાની સંપત્તિ કેટલી તે અંગે ACBની તપાસ
  • રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારમાં તપાસ
  • રોકાણ સહિતના મુદ્દે દસ્તાવેજો શોધવા ટીમો કામે લાગી

રાજકોટમાં RMCના ભ્રષ્ટ TPO સાગઠિયાની સંપત્તિ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. જેમાં સાગઠિયાની સંપત્તિ કેટલી તે અંગે ACBની તપાસ શરૂ થઇ છે. રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારમાં તપાસ શરૂ કરવામાં આવી છે. રોકાણ સહિતના મુદ્દે દસ્તાવેજો શોધવા ટીમો કામે લાગી છે. રૂપિયા 75 હજારના પગારદાર સાગઠિયા પાસે કરોડોની સંપત્તિ છે.

ફાર્મ હાઉસમાં સ્વિમિંગ પૂલ, ફુવારા સહિતની સુવિધાઓ

[[$googlead]]

રાજકોટ હાઇવે પર સાગઠિયાનું લક્ઝુરિયસ ફાર્મ હાઉસ તેમજ ફાર્મ હાઉસમાં સ્વિમિંગ પૂલ, ફુવારા સહિતની સુવિધાઓ છે.જેમાં ખેતીની જમીન પર લક્ઝુરિયસ ફાર્મ હાઉસ બનાવેલું છે. તથા ફાર્મ હાઉસની બાજુમાં જ સાગઠિયાની માલિકીનો પેટ્રોલ પંપ આવેલો છે. ત્યારે ACBની તપાસમાં સાગઠિયાની વધુ મિલકતો સામે આવી શકે છે. રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે અંતે જવાબદાર અધિકારીઓ સામે પોલીસે આઈપીસી કલમ 36 મુજબ ગુનો નોંધી મહાનગર પાલિકાના તત્કાલીન ટાઉન પ્લાનીંગ ઓફિસર મનસુખ સાગઠીયા, આસીસ્ટન્ટ ટાઉન પ્લાનીંગ ઓફિસર મુકેશ મકવાણા અને આસી. ટાઉનપ્લાનીંગ ઓફિસર ગૌતમ જોષી સાથે ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાની ધરપકડ કરી હતી.

[[$alsoread]]

રાજ્ય સરકારે આ મામલે સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમની રચના કરી

ક્રાઈમ બ્રાંચે 14 દિવસના રિમાન્ડ માંગ સાથે ચારેયને કોર્ટમાં રજૂ કર્યા હતાં અને રિમાન્ડ મેળવ્યા છે. તેમજ આ ઘટનામાં ચીફ ફાયર ઓફિસર આઈ.વી.ખેરની પણ ક્રાઈમ બ્રાંચે પુછપરછ કરી હતી. અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે ખેરની સીઆઈડી ક્રાઈમે પણ પુછપરછ કરી હોય આ મામલે ક્રાઈમ બ્રાંચે ખેરની પુછપરછ કરતાં આગામી દિવસોમાં તેની સામે પણ ગુનો નોંધાઈ શકે છે. રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં 25 મેના રોજ બનેલી આગની ઘટનામાં બાળકો સહિત 27 નિર્દોષ જીંદગીઓ મોતના મુખમાં ધકેલાઈ ગઈ આ બનાવના સમગ્ર રાજ્યભરમાં ઘેરા પડઘા પડયા છે.

તપાસમાં જેના નામ ખુલે તે તમામ સામે શાઅપરાધ મનુષ્યવધનો ગુનો નોંધ્યો

રાજ્ય સરકારે આ મામલે સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમની રચના કરી તપાસ કરાવી હતી તો બીજી તરફ આ મામલે રાજકોટ શહેર પોલીસે અગ્નિકાંડમાં તાત્કાલીક ગુનો દાખલ કર્યો હતો. જેમાં ટીઆરપી ગેમ ઝોનના સંચાલક યુવરાજસિંહ હરિસિંહ સોલંકી તથા તેના ભાગીદાર ધવલ ભરત ઠક્કર, ઉપરાંત મેનેજર નિતીન જૈન, તેમજ વેલ્ડીંગનું કામ સંભાળનાર રાહુલ લલિત રાઠોડ, આ જગ્યા ભાડે આપનાર જગ્યાના માલિક કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા અને તેના ભાઈ અશોકસિંહ જગદીશસિંહ જાડેજા તેમજ આ તપાસમાં જેના નામ ખુલે તે તમામ સામે શાઅપરાધ મનુષ્યવધનો ગુનો નોંધ્યો હતો.


  • Follow us on: