- તંત્રના નિયમોથી સ્ટોલ ધારકો અને ચકરડી સંચાલકો ચકડોળની જેમ ચકરાવે ચડી ગયા
- લોકમેળાનું તારીખ 23 થી 27 ઓગસ્ટ પાંચ દિવસનુ આયોજન કરવામાં આવ્યુ
- સુપ્રસિદ્ધ જન્માષ્ટમી લોકમેળાનો વિમો રૂપિયા 7.50 કરોડનો લેવા માટે નિર્ણય
સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ જન્માષ્ટમીના લોકમેળામાં નિયમોની આંટીઘૂંટીમાં રાઈડ ચાલકો ચકરાવે ચડી ગયા છે. જેમાં લોકમેળામાં કલેકટર તંત્રના નિયમોથી સ્ટોલ ધારકો અને ચકરડી સંચાલકો ચકડોળની જેમ ચકરાવે ચડી ગયા છે. આકરા નિયમો સામે મેળાનો બહિષ્કાર કરવાની ચીમકી આપવામાં આવી છે. તેમજ સ્ટોલ ઓછા, ચકડોળની જગ્યા ઓછી સામે GST સહિતના નિયમો અને નિયંત્રણોથી નારાજગી વ્યાપી છે.
સુપ્રસિદ્ધ જન્માષ્ટમી લોકમેળાનો વિમો રૂપિયા 7.50 કરોડનો લેવા માટે નિર્ણય
રાજ્યના સુપ્રસિદ્ધ જન્માષ્ટમી લોકમેળાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં સુપ્રસિદ્ધ જન્માષ્ટમી લોકમેળાનો વિમો રૂપિયા 7.50 કરોડનો લેવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. લોકમેળા અમલીકરણ સમિતિની બેઠકમાં આ નિર્ણય થયો છે. મેળામાં લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી આ નિર્ણય કરવામાં આવ્યો છે. તથા ફાયરફાઈટરોની સંખ્યા તથા એમ્બ્યુલન્સ વધારવા પણ નિર્ણય થયો છે. તેમજ એન્ટ્રીગેટ રાત્રીના 11:30 વાગ્યે બંધ કરી દેવાશે. જેમાં સિક્યોરિટી સ્ટાફમાં 100માંથી 125નો વધારો કરાશે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી 5 કરોડથી વિમો વધારી 7.50 કરોડ રૂપિયા કરવામાં આવ્યો છે. એમ્બ્યુલન્સ અને ફાયર ફાઈટરો 3-3ને બદલે 5-5 રાખવાનો નિર્ણય કર્યો છે. જન્માષ્ટમી પર રાજકોટમાં રેસ કોર્સ મેદાન ખાતે લોકમેળો યોજવામાં આવશે. રાજકોટમાં જન્માષ્ટ્રમી લોકમેળાને લઈ તંત્ર એલર્ટ મોડ પર આવી ગયુ છે.
લોકમેળાનું તારીખ 23 થી 27 ઓગસ્ટ પાંચ દિવસનુ આયોજન કરવામાં આવ્યુ
આ વખતે રાઈડધારકો તેમજ મેળામાં લાગેલા સ્ટોલને લઈ કડક નિયમો બનાવ્યા છે. જેમાં આ વખતે લોકમેળામાં જે લોકો રાઈડધારકો છે તેમણે ફરજિયાત વીમો લેવો પડશે તેમજ દુકાનધારકોએ દુકાનમાં CCTV તેમજ ફાયરના સાધનો મૂકવા પડશે. TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ વહીવટી તંત્ર એલર્ટ છે. તેમજ જન્માષ્ટમીમાં યોજાનાર લોકમેળા માટે આકરા નિયમો બનાવાયા છે. યાંત્રિક રાઇડના ટેસ્ટ રિપોર્ટ બાદ જ વીજ કનેક્શન આપવામાં આવશે. તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે તંત્ર એલર્ટ છે. તેમજ સૌરાષ્ટ્રમાં વિખ્યાત રાજકોટના લોકમેળાનું તારીખ 23 થી 27 ઓગસ્ટ પાંચ દિવસનુ આયોજન કરવામાં આવ્યુ છે.