• રાજકોટ મનપાના પૂર્વ સિટી એન્જિનિયર અલ્પના મિત્રાના ઘરે તપાસ

  • આવાસ યોજના કોભાંડમાં અલ્પના મિત્રાનું નામ હતું સામેલ
  • મનસુખ સાગઠીયા બાદ વધુ એક અધિકારી સાણસામાં

રાજકોટમાં મહાનગરપાલિકના પૂર્વ ઈજનેરના ઘરે વિજિલન્સની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. પૂર્વ સિટી એન્જિનિયર અલ્પના મિત્રાના ઘરે વિજિલન્સની ટીમ તપાસ કરી રહી છે અને મોટી સંખ્યામાં દસ્તાવેજો મળી આવ્યા છે. ત્યારે હાલ વિજિલન્સની ટીમ દ્વારા દસ્તાવેજોની નોંધણી કરવામાં આવી રહી છે.

મનસુખ સાગઠીયાના કારનામા બાદ વધુ એક અધિકારી સામે તપાસ

[[$googlead]]

ત્યારે પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠીયાના કારનામા બાદ વધુ એક અધિકારી સામે તપાસ હાથ ધરવામાં આવી છે અને આવાસ યોજના કોભાંડમાં અલ્પના મિત્રાનું નામ સામેલ હતું અને અલ્પના મિત્રાએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. ત્યારે રાજીનામા આપ્યા બાદ અધિકારી સામે તપાસ શરૂ કરવામાં આવી છે, ત્યારે સવાલ એ પણ છે કે અલ્પના મિત્રાએ રાજીનામું આપ્યું કે લેવામાં આવ્યું.

[[$alsoread]]

RMCના સસ્પેન્ડેડ TPO એમડી સાગઠીયાનું વધુ એક કારસ્તાન સામે આવ્યુ

રાજકોટ મહાનગરપાલિકાના સસ્પેન્ડ TPO એમડી સાગઠીયાનું વધુ એક કારસ્તાન સામે આવ્યુ છે, જેમાં જમીન અંગે ગુજરાત હાઈકોર્ટમાં કેસ ચાલતો હોવાની જાણ છતા વિવાદીત જમીનમાં બાંધકામ ચાલવા દીધું હતુ. બિલ્ડર અને સાગઠીયા સામે ભોગ બનેલા પીડિત પરિવારે પત્રકાર પરિષદ કરી પોતાની વ્યથા રજૂ કરી હતી. રાજકોટના 150 ફૂટ રીંગ રોડ ઉપર પ્રખ્યાત હોટલની બાજુમાં આ જમીન આવેલી છે.

સાગઠીયાની છત્રછાયા હેઠળ બાંધકામ થઈ ગયુ છે. બિલ્ડર અને સાગઠીયા સામે ભોગ બનનારના આક્ષેપ છે કે કરોડોની જમીન સાગઠીયાએ બિલ્ડરને પધરાવી છે. કમિશનર સહિતને અરજી આપી છતા કાર્યવાહી કરાઇ નથી. સાગઠીયાની છત્રછાયા હેઠળ બાંધકામ થતા અનેક સવાલો સામે આવ્યા છે. જેમાં મિત સોરઠીયાએ જણાવ્યું છે કે 25000 વાર જગ્યા આવેલી છે. આ જગ્યા વાંધાજનક છે. જેમાં અમારી માલિકીના દાવાઓ છે.

2007થી હાઈકોર્ટનો સ્ટે છતા સાગઠીયાએ પ્લાન પાસ કર્યો

જગ્યાના માલિકીના દાવાઓ કરનારાઓ જણાવ્યું કે 2007થી હાઈકોર્ટનો સ્ટે લાગેલો હોવા છતા સાગઠીયાએ પ્લાન પાસ કર્યો હતો અને પ્લાન પાસ કરીને બાંધકામ પણ કરી નાખવામાં આવ્યું હતુ. 3 હજાર વાર જગ્યામાં બાંધકામ થયુ છે. આ જગ્યા ઉપર અમારા દાદા અને અન્યની વારસાઈ છે. અમારી અરજી અંગે કોઈ ઉકેલ કે નિકાલ થયો નથી અને વિવાદીત જગ્યા હોવા છતા હોસ્પિટલને ભાડે આપી છે. આ જગ્યા ઉપર ચૂંટણી સમયે કાર્યાલય પણ ખૂલ્યું હતું. જેમાં રાજકીય નેતાઓ, મળતિયાઓનો જગ્યા પર કબ્જો છે. મીત કિશોરભાઈ સોરઠીયાના આક્ષેપ છે કે કરોડોની જમીન સાગઠીયાએ બિલ્ડરને પધરાવી દેવા ફરિયાદને ગણકારી નહીં અને અમે વારંવાર મહાપાલિકાના કમિશનર સહિતનાને અરજીઓ આપી હતી.


  • Follow us on: