ગુજરાતમાં કોરોનાના કેસમાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. એક પછી એક કોરોનાના કેસ સામે આવતા તંત્ર પણ એલર્ટ મોડ પર આવી ગયું છે. રાજકોટમાં કોરોના કેસમાં સતત વધારો રહ્યો છે. તક્ષશિલા સોસાયટીમાં એક સાથે 8 લોકો કોરોના પોઝિટિવ આવતા હડકંપ મચી જવા પામ્યો છે. આરોગ્ય વિભાગની ટીમે સોસાયટીની મુલાકાત લીધી હતી.


આરોગ્ય વિભાગની ટિમ પોહચી તક્ષશિલા સોસાયટીમાં

રાજકોટમાં કોરોનાનો રાફડો ફાટતા તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. તક્ષશિલા સોસાયટીમાં કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે. સોસાયટીમાં એક સાથે 8 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારે હવે કુલ પોઝિટિવ કેસનો આંક 27એ પહોંચ્યો છે. આરોગ્ય વિભાગની ટિમ પોહચી તક્ષશિલા સોસાયટીમાં હતી. સાથે જ લોકોને ભીડથી દૂર રહેવા તેમજ માસ્ક પહેરવા આરોગ્ય વિભાગની અપીલ કરી હતી.

રાજ્યમાં ફરી એક વખત કોરોના વાયરસ વકર્યો

તમને જણાવી દઈએ કે, રાજ્યમાં ફરી એક વખત કોરોના વાયરસ વકર્યો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ગુજરાતમાં આજે એટલે કે 30મેના રોજ કોરોના વાયરસના નવા 68 કેસ નોંધાયા છે. કોરોનાના કેસ નોંધાયા બાદ આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે અને પોઝિટિવ કેસ પર કંટ્રોલ લેવા માટે અલગ અલગ પગલા ભરવામાં આવી રહ્યા છે. રાજ્યમાં હાલમાં કૂલ 265 કોરોના વાયરસના એક્ટીવ કેસ છે. જે પૈકી 11 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જ્યારે કૂલ 254 દર્દી હોમ આઈસોલેશનમાં સારવાર હેઠળ છે.



  • Follow us on: