• હોલસેલની દુકાનમાં કામ કરતો હતો બાળમજૂર

  • લેબર ઓફિસ, બાળ સુરક્ષા વિભાગ પણ ઓપરેશનમાં સામેલ
  • હોલસેલની દુકાન ભાદર રોડ પર આવેલી છે

રાજકોટના ઉપલેટામાં બાળ મજૂરને મજૂરી કરતા છોડાવાયો છે. રાજકોટ જિલ્લાની વિવિધ વિભાગોની કચેરીઓ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરીને એક બાળ મજુરી કરતા બાળકને મુક્ત કરાવવામાં આવ્યો છે. રાજકોટ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સહિતની એજન્સીઓએ એક ટીમ બનાવી તપાસ કરી હતી કે એક બાળક બાળમજુરી કરી રહ્યો છે, જેને મુક્ત કરાવવામાં આવ્યો છે.

અધિકારી-કર્મચારીઓએ સાથે મળી એક ટીમ બનાવીને બાળ મજુરી કરતા બાળકનું રેસ્ક્યુ કર્યુ

ઉપલેટા શહેરના ભાદર રોડ પર આવેલી હોલસેલની દુકાનમાં કામ કરતા બાળ મજુરને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ દ્વારા મુક્ત કરાવવામાં આવ્યો છે. વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ સાથે મળી એક ટીમ બનાવીને બાળ મજુરી કરતા બાળકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આ ટીમમાં એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટ રાજકોટ રૂરલ, લેબર ઓફિસ વિભાગ રાજકોટ, બાળ સુરક્ષા વિભાગ રાજકોટ, ફેક્ટરી ઓફિસ વિભાગ રાજકોટ દ્વારા સંયુક્ત કામગીરી કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે.

જેતપુરના કારખાનાઓમાંથી 6 જેટલા બાળ મજૂરો મુક્ત કરાવવામાં આવ્યા

થોડા મહિનાઓ પહેલા રાજકોટના જેતપુરના કારખાનાઓમાંથી 6 જેટલા બાળ મજૂરોને મુક્ત કરાવવામાં આવ્યા હતા. જેમાં બાળકો પાસે બાળ મજૂરી કરાવવામાં આવી રહી હતી. તેમાં ફરિયાદના આધારે કારખાનામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે આ સમગ્ર મામલે કારખાના માલિક સામે ગુનો નોંધાયો હતો.

બાળ મજૂરોને રાજકોટ બાળ સુરક્ષા ગૃહમાં મોકલવામાં આવ્યા હતા

બાળ મજૂરોને મુક્ત કરાવ્યા બાદ તમામને રાજકોટ બાળ સુરક્ષા ગૃહમાં મોકલવામાં આવ્યા હતા. જેતપુરના ધારેશ્વર વિસ્તારમાં સાડી ફિનીશીંગના બે જુદાજુદા કારખાનાઓમાંથી 6 જેટલા બાળ મજૂરોને મુક્ત કરાવવામાં આવ્યા હતા. જિલ્લા સમાજ સુરક્ષા, ચાઈલ્ડ લેબર ડિપાર્ટમેન્ટ, એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ રાજકોટ ગ્રામ્ય, ચાઈલ્ડ લાઈન પુજીત રૂપાણી ટ્રસ્ટ અને સંયુક્ત નિયામક ઔદ્યોગિક અને સ્વાસ્થ્ય સલામતીની ટીમે સંયુક્ત રેડ કરી હતી અને બાળકોને મજૂર કરતા બચાવ્યા હતા. 

  • Follow us on: