રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે ત્યારે રાજકોટમાં પણ પ્રજાના પ્રશ્નોની સાથે ખેડૂતોને પણ ખેતી માટે સિંચાઇમાં પડતી તકલીફો પર ધ્યાન આપ્યું છે. જે અન્વયે રાજકોટમાં કેબિનેટ મંત્રી કુવરજી બાવળિયાએ મહત્વની બેઠકનું આયોજન કર્યુ હતું. કુંવરજી બાવળિયા દ્વારા સિંચાઈ વિભાગને લઈને મહત્વની બેઠક યોજવામાં આવી હતી. તેમા સૌની યોજનાની લિંક એક-ત્રણ અને ચારને લગતી બાબતોની ચર્ચા કરવામાં આવી હતી.
તળાવોને જોડવા માટે પાણી પહોંચાડાશે
સૌરાષ્ટ્રમાં જ્યાં-જ્યાં પાણીની જરૂર છે ત્યાં પાણી પહોંચાડવા માટે લિંક દ્વારા સમીક્ષા કરવમાં આવી છે. તળાવોને જોડવા માટે અને પાણી પહોંચાડવા અંગે પણ ચર્ચા કરવામાં આવી છે. તેની સાથે આ લિંક દ્વારા સૌરાષ્ટ્રમાં જ્યાં-જ્યાં જરૂર છે ત્યાં લિંક દ્વારા પાણી પહોંચાડવા સમીક્ષા કરવામાં આવી રહી છે. આ સાથે તળાવોને જોડવા માટે અને પાણી પહોંચાડવા માટે પણ ચર્ચા હાથ ધરવામાં આવી છે.
કેનાલ નવીનીકરણ, રિપેરિંગ સહિતના મુદ્દે ચર્ચા
આ ઉપરાંત બેઠકમાં તેમણે જિલ્લા પંચાયત હસ્તકની સિંચાઇની યોજનાઓ અંગે પણ ચર્ચા કરી હતી. લિંકના નવીનીકરણ અને રિપેરિંગ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં સિંચાઈ વિભાગના અધિકારીઓ અને ઇજનેરોને સાથે રાખીને બેઠકમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
નર્મદાનું પાણી શિયાળામાં સિંચાઇ માટે અપાશે
નર્મદાનું પાણી શિયાળા પૂરતી પાણીની સિંચાઇ માટે વ્યવસ્થા છે અને તે આપવામાં આવશે. આમ હાલ શિયાળુ પાક લેવા માટે કોઈ જ સમસ્યા ન થાય એ માટે આયોજન કરી નર્મદાનું પાણી સિંચાઇ માટે અપાશે. ઉપરાંત આ બેઠકમાં સૌરાષ્ટ્રમાં જ્યાં પણ પાણી રહી જતું હોય તે સ્થળોનું મેપિંગ કરવામાં આવી રહ્યું છે. તેની સાથે તેને કેટલા સમયમાં પાણી પહોંચાડી શકાય તેની વિગતો તૈયાર કરવાની સૂચના આપવામા આવી છે. રાજ્યમાં આગામી સ્થાનિક ચૂંટણીઓ અને 2027માં વિધાનસભા ચૂંટણી યોજાવવાની છે ત્યારે સૌરાષ્ટ્રમાં ક્યાંય પાણીની સમસ્યા કોઈ ખેડૂતને ન રહે તેવો કુંવરજી બાવળિયાનો પ્રયાસ છે. આમ પીએમની નલ સે જલ તક યોજનાને પૂર્ણપણે સાર્થક કરવાનો હેતુ છે.









