રાજકોટમાં જ્ઞાનપ્રકાશ સ્વામીની વિવાદિત ટિપ્પણીને લઈને રઘુવંશી સમાજ દ્વારા આજે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો. જલારામ બાપા અને વીરપુર અન્નક્ષેત્ર પર જ્ઞાનપ્રકાશ સ્વામીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ મામલો ગરમાયો હતો. વીરપુર બંધના એલાન બાદ રાજકોટમાં રઘુવંશી સમાજના લોકોએ જ્ઞાનપ્રકાશ સ્વામીનું પૂતળું બાળી ઉગ્ર દેખાવ કર્યો. આ વિવાદ હજુ શમ્યો નથી ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાય વધુ એક વિવાદના વંટોળમાં ફસાઈ શકે તેવા એંધાણ સામે આવી રહ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયના નીલકંઠ ચરિત્ર પુસ્તકમાં ભગવાન શિવ અને માતા પાર્વતીને લઈને વિવાદસ્પદ વાત દર્શાવવા મુદ્ે બ્રાહ્મણ સમાજ રોષે ભરાયો છે.


[[$googlead]]

ભગવાન શિવ અને પાર્વતીનું ઘોર અપમાન

સ્વામિનારાયણ સંપ્રદાયના એક પુસ્તકમાં ભગવાન શિવ અને પાર્વતીનું ઘોર અપમાન કરાયું હોવાનો કેટલાક ભક્તો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે.સંપ્રદાયના આ પુસ્તકમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે ભગવાન શિવ અને માતા પાર્વતી નીલકંઠ સ્વામીની સેવા કરે છે. ભગવાન શિવ અને પાર્વતીએ બ્રાહ્મણનો વેશ ધારણ કરીને સ્વામિનારાયણના નીલકંઠ મહારાજની સેવા કરી છે તેવો પુસ્તકમાં ઉલ્લેખ કરાયો છે. આ પુસ્તકનું નામ નીલકંઠ ચરિત્ર છે. સ્વામિનારાયણ સંપ્રદાયના નીલકંઠ ચરિત્ર પુસ્તકના પેજ નં. 10માં આ વિવાદિત લખાણ લખાયું છે. ભગવાન શિવ-પાર્વતી મુદ્દે પુસ્તકમાં વિવાદિત લખાણને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો.

[[$alsoread]]

બ્રાહ્મણ સમાજ રોષે ભરાયો

બ્રાહ્મણ સમાજના આગેવાને સ્વામિનારાયણ સંપ્રદાય પર આક્ષેપ કરતાં કહ્યું કે તેમના સ્વામીઓ પોતાનું પાપ છુપાવવા આવું કૃત્ય કરે છે. સંપ્રદાયના મોટા સંતો અને સાધુઓ કેમ આવા સ્વામીઓ સામે કાર્યવાહી નથી કરતા તે અમારો સવાલ છે. કોઈ પણ સ્વામી સસ્તી પ્રસિદ્ધિ મેળવવા આવું કૃત્ય હવે કરશે તો અમે એને મેથીપાક ચખાડશું. સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી આવા પુસ્તકોને દૂર કરવા જોઈએ તેવી અમારી માંગ છે. સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકોમાં સનાતનને નીચું દેખાડવા જે લખાણ લખવામાં આવ્યા છે તેવા પુસ્તકોને સંપ્રદાયમાંથી દૂર કરવામાં નહીં આવે તો આગામી સમયમાં રાજ્યવ્યાપી વિરોધ જોવા મળશે.

ક્યારે સુધરશે સ્વામિનારાયણ સંપ્રદાય ?

સ્વામિનારાયણ સંપ્રદાયમાં બાળકોથી લઈને મહિલાઓ તેમજ અન્ય ભક્તોને સંપ્રદાયની ભક્તિનું જ્ઞાન આપવા માટે જુદા-જુદા પુસ્તકો લખવામાં આવ્યા છે. બાળકોને નાનપણી સંસ્કાર મળી રહે માટે "નીલકંઠ ચરિત્ર" નામનું પુસ્તક લખાયું. પરંતુ આ પુસ્તકમાં ભક્તિ અને જ્ઞાનનો બોધ આપવાની સાથે અન્ય ધર્મના દેવી દેવતાઓની રજૂઆત ખોટી રીતે કરવામાં આવી છે. નીલકંઠ ચરિત્ર પુસ્તક મુજબ મેળામાં નીલકંઠની મહાદેવ અને પાર્વતીજીએ બ્રહ્મણ નો વેશ ધારણ કરીને સેવા કરી છે. તેવું દર્શાવવામાં આવતા આ બાળભક્તોને એવું જ લાગે કે શિવ-પાર્વતી નીલકંઠ સ્વામીના ભક્ત હતા. ભગવાન શિવ અને માતા પાર્વતીને લઈને હકીકત કરતાં વિપરીત વાત રજૂ કરવાને લઈને આજે લોકોમાં રોષ જોવા મળ્યો છે. આગામી દિવસોમાં સંભવત આ મામલે પણ સ્વામિનારાયણ સંપ્રદાય વિવાદમાં સપડાઈ શકે છે. 

  • Follow us on: