• હેમુગઢવી હોલ, બાલભવનમાં 14 સ્પર્ધામાં સ્પર્ધકો ટકરાશે

  • લોકનૃત્ય, ગરબા, રાસ, લગ્ન ગીત, ભરત નાટયમ સહિતની રમઝટ બોલશે

રાજ્ય સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ તથા રાજકોટ જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા શહેર કક્ષાના કલા મહાકુંભનો 29મીથી પ્રારંભ થશે. જેમાં લોકનૃત્ય, ગરબા સહિતની રમઝટ બોલશે. રાજકોટ જિલ્લા યુવા વિકાસ અધિકારી એચ.વી.દિહોરાના જણાવ્યા પ્રમાણે, હેમુગઢવી હોલ અને બાલભવન ખાતે શહેર (ઝોન) કક્ષાના કલા મહાકુંભનો પ્રારંભ થશે. જેમાં હેમુ ગઢવી હોલ મુખ્ય સ્ટેજ ખાતે તા.29મીએ સવારે 8.30 વાગ્યે લોકનૃત્ય, 10.30 વાગ્યે ગરબા, 11.30 વાગ્યે રાસ, બપોરે 1 વાગ્યે એકપાત્રીય અભિનય જયારે ત્યાં જ મીની થીયેટરમાં સવારે 8.30 વાગ્યે લોકગીત/ભજન, 2 વાગ્યે તબલા, 5 વાગ્યે હાર્મોનિયમ (હળવું) અને રેસકોર્સમાં સ્થિત બાલભવનમાં સવારે 9.30 વાગ્યે ચિત્રકલાની

સ્પર્ધા યોજાશે. જયારે તા.30મીએ હેમુગઢવી હોલ મુખ્ય સ્ટેજ ખાતે સવારે 8.30 વાગ્યે સમૂહ ગીત અને 11 વાગ્યે લગ્ન ગીત, મીની થીયેટરમાં સવારે 8.30 વાગ્યે ભરતનાટયમ, 10.45 વાગ્યે સુગમ સંગીત અને બપોરે 12.15 વાગ્યે વકતૃત્વ તથા બાલભવનમાં સવારે 9.30 વાગ્યે નિબંધ સ્પર્ધા યોજાશે.


  • Follow us on: