- નશાયુક્ત બોટલોના જંગી જથ્થા રાજકોટ પોલીસે ઝડપી પાડ્યો
- 73 લાખથી વધુ કિંમત હોવાનું પણ આવ્યું સામે
- FSL ની ટીમને જાણ કરી આગળની તપાસ હાથ ધરી
યુવા ધનને નશાના રવાડે ચડાવવા માટે નશાના સોદાગરો હવે આયુર્વેદિક સીરપના નામે નશો વેચવાનું શરૂ કર્યું છે. આ પ્રકારની જ એક ઘટના રાજકોટમાં સામે આવી છે. જેમાં નશાયુક્ત બોટલોના જંગી જથ્થા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે.
હાલમાં રાજ્ય પોલીસ દ્વારા ડ્રગ્સને રોકવા માટેના વિવિધ કેમ્પઈન ચલાવી રહી છે. આ વચ્ચે રાજકોટ પોલીસ દ્વારા બાતમીના આધારે આયુર્વેદિક સીરપના નામે શંકાસ્પદ સીરપની જંગી બોટલોના જથ્થો ઝડપી પાડ્યો છે. જેમાં નશાયુક્ત પદાર્થો ધરાવતી સીરપ હોવાની વિગતો સામે આવી છે.

આ અંગે ક્રાઈમ બ્રાંચે આપેલી માહિતી અનુસાર, રાજકોટ ક્રાઈમ બ્રાંચે અલગ અલગ સ્થળો પરથી પાંચ ટ્રકો કબ્જે કરી છે. જેમાં નશાયુક્ત પીણા ધરાવતા સીરપ હોવાની વિગતો સામે આવી હતી. જેમાં 73000 કરતા વધુ બોટલો કબ્જે કરવામાં આવી છે જેની બજાર કિંમત 73 લાખ કરતા વધુ છે.

તપાસ અંગે પોલીસ અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું કે, જે મુદ્દામાલ મળ્યો છે તે અંગે કોઈ અધિકૃત કોઈ કાગળ કે આવી સીરપ લાવવા કે લઈ જવા માટે કોઈ દસ્તાવેજ કે બીલ મળી આવ્યા નથી. સીરાપના શંકાસ્પદ જથ્થા પોલીસે એફએસએલની ટીમને જાણ કરી છે. રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. હાલ જે સીરપ મળી છે તે વડોદરાનું એડ્રેસ સામે આવ્યું છે ત્યાં બનતી હોવાની વિગત છે તે સ્થળે જય ત્યાં પણ તપાસ કરવામાં આવશે.









